ઇશાન્ત શર્મા આજની ચેન્નાઇ કિંગ્સ સામેની મેચમાં નહિ રમે

0
17
Share
Share

મુંબઇ,તા.૨૪

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનમાં જીત સાથે પોતાનુ ખાતુ ખોલાવનારી દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ પ્રમાણે ૨૫ ડિસેમ્બરે રમાનારી ચેન્નાઇ સામેની મેચમાં ઇશાન્ત શર્મા નહીં રમે. દિલ્હી કેપિટલ્સના એક મેમ્બરે ઇશાન્ત શર્માને આગામી મેચમાં ના રમવાની જાણકારી આપી છે.

જાણકારી આપતા કહ્યું કે, ઇશાન્ત શર્માની ફિટનેસની સાથે કોઇ રિસ્ક નથી લેવા માંગતા, ઇશાન્તને ફિટ થવા માટેનો પુરેપુરો મોકો આપવામાં આવશે, તેની આગામી એક કે બે મેચ રમવી પુરી રીતે નક્કી છે. જોકે, દિલ્હી કેપિટલ્સે ઇશાન્ત શર્માની ઇજાને વધુ ગંભીર નથી ગણાવી. ટીમ તરફથી જણાવ્યુ કે ફિજીયો ઇશાન્ત શર્માની સાથે કામ કરી રહ્યાં છે, અને જલ્દીથી તેના વિશે વધુ જાણકારી આપવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here