ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધવા લાગી

0
32
Share
Share

ભારતમાં હાલના સમયમાં લેવામાં આવી રહેલા પગલાઓના કારણે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં હવે તેજી આવી રહી છે. આવનાર સમયમાં  ઇલેક્ટ્રિક વાહનોની માંગ અનેક ગતિ વધનાર છે. આવનાર સમય પણ  ઇલેક્ટ્રિક વાહનોનો રહેલો છે. તે બાબતની નોંધ લઇને ભારતમા ંપણ કંપનીઓ આગળ વધી રહી છે. વર્તમાન સ્તિતીમાં બેટરીની કિંમત ટુ વ્હીલર્સ  વાહનની કુલ કિંમતના ૪૦ ટકાની આસપાસ છે. આવનાર પાંચ વર્ષમાં આ ઘટીને ૨૦ ટકા થઇ જવાના સંકેત દેખાઇ રહ્યા છે. જે ઇકો સિસ્ટમ માટે ખુબ સારા સંકેત તરીકે છે. સાથે સાથે પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ કાર ઉપયોગી રહેનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે દુનિયાભરમાં તેલ ભંડારો હવે ખતમ થઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય તાકાતો તેની કિંમતો પર સીધી અસર કરે છે. ભારતના આયાત બિલમાં સૌથી મોટો હિસ્સો તેલ આયાત છે. આનો ઉકેલ લાવવા માટે અને આયાતને ઘટાડી દેવા માટે  ઇલેક્ટ્રિક વાહનોની  સારા વિકલ્પ તરીકે છે.  ઇલેક્ટ્રિક મોબિલિટી સીધા વિકલ્પ તરીકે છે.  ઇલેક્ટ્રિક વાહનોના બજારમાં ઝડપથી વધારો થતા નવી આશા જાગી છે. ઇલેક્ટ્રિક વાહનો સાથે સંબંધિત માર્કેટ કદ ખુબ વધનાર છે. ટેકનિકલ પરિવર્તનના કારણે પણ સ્થિતીમાં સુધારો થયો છે.  ઇલેક્ટ્રિક વાહનોમાં ગ્રાહકોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. આ કહેવાની બાબત ખોટી નથી કે આવનાર સમય  ઇલેક્ટ્રિક વાહનોનો છે. ભારતીય કંપનીઓ અને બજાર બંને તેને હાથો હાથ લેવા માટે તૈયાર છે. ભારતના બજારને રોચક ગણી શકાય છે. ભારતીય વસ્તીની સરેરાશ વય ૨૮ વર્ષની છે. સાથે સાથે આશરે ૬૪ ટકા વસ્તી ૪૦ વર્ષથી પણ ઓછી વયની છે. ભારતના શહેરીકરણની ગતિ પણ ખુબ ઝડપથી થઇ રહી છે. ગ્રામીણ ક્ષેત્રોને શહેરી માળખામાં સામેલ કરવા માટે શહેરોની મર્યાદાને ઝડપથી વધારી દેવામાં આવી રહી છે. રોજગાર અને વધારે સારી તક મળી શકે તે માટે ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો મોટા પાયે શહેરોની તરફ આવી રહ્યા છે. વર્ષ ૧૯૫૫માં માત્ર પોણા બે કરોડ લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા. ૭૦ વર્ષ બાદ આ વસ્તી ૪૪ કરોડ સુધી પહોંચી ગઇ છે. અંદાજ તો એવો છે કે આવનાર પાંચ વર્ષમાં ૫૩ કરોડ લોકો શહેરી ક્ષેત્રોમાં રહેતા થઇ જશે. હાલની મંદીને બાજુમાં મુકીને જોઇએ તો ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા તરીકે છે. વધતી જતી અર્થવ્યવસ્થા લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં ભૂમિકા અદા કરી રહી છે. આનુ પરિણામ એ આવ્યુ છે કે દેશમાં મધ્યમ વર્ગનો વિકાસ સૌથી ઝડપથી થઇ રહ્યો છે. દેશમાં હાલના સમયમાં મધ્યમ વર્ગની વસ્તી આશરે ૩૮ કરોડ છે. અનુમાનની દ્રષ્ટિએ જોવામાં આવે તો વર્ષ ૨૦૩૦ સુધી દુનિયાભરની મધ્યમ વર્ગીય વસ્તી પૈકી બે તૃતિયાશ એશિયામાં રહેનાર છે. સાથે સાથે આશરે દુનિયાના આગામી ૧૦૦ કરોડ મધ્યમવર્ગીય લોકો પૈકી ૪૦ ટકા ભારતમાં રહેનાર છે. ગરીબી ઓછી થવાનો અર્થ એ છે કે લોકોની પાસે ખર્ચ કરવા માટે વધારે નાણા રહેનાર છે. એટલે કે માંગમાં વધારો થનાર છે. જેના કારણે પુરવઠા પર સીધી અસર થનાર છે. બીજી બાજુ ભારત દુનિયાના સૌથી વધારે પ્રદુષિત દેશ પૈકી એક છે. વૈશ્વિક એર ક્વાલિટી ઇન્ડેક્સમાં દુનિયાના ૩૦ સૌથી પ્રદુશિત શહેરોમાં ભારતના ૨૨ શહેર આવે છે. દેશના માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરી આને ધ્યાનમાં લઇને  ઇલેક્ટ્રિક વાહનોને હવે વધારે પ્રોત્સાહન આપી રહ્યા છે. સરકારે  ઇલેક્ટ્રિક વાહનો તરફ વધારે ધ્યાન આપ્યુ છે. ફેમ પોલીસીની રચના પણ આ દિશામાં કરવામાં આવી છે. ફેમ-૨ હેઠળ સરકારે ગ્રાહકોને  ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ૨૦ ટકા સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે પણ પહેલ કરી છે. ગ્રાહક સેવાના દરને ૧૨ ટકાથી ઘટાડીને પાચં ટકા કરી દેવામાં આવ્યો છે. તેલના ભંડારો ખતમ થઇ રહ્યા છે. ભારતના આયાત બિલ પણ વધારે છે. જેથી તેના પર અંકુશ મુકવા માટે પહેલ કરવામાં આવી રહી છે.  ઇલેક્ટ્રિક વાહનોમાં સાધન પેટ્રોલ અને ડીઝલની ગાડીની તુલનામાં ઓછા હોય છે. દાખલા તરીકે એક સામાન્ય ટુ વ્હીલર્સમાં  આશરે ૨૦૦૦ પાર્ટ હોય છે જ્યારે  ઇલેક્ટ્રિક સ્કુટરમાં માત્ર ૨૦ ઉપકરણ હોય છે. જાળવણી કિંમત પણ ઘટી જાય છે. સાથે સાથે નવી નવી કંપનીઓ આ ક્ષેત્રમાં આવી રહી છે.  ઇલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગ કરવામાં આવતી લિથિયમ બેટરીની કિંમતો પણ ઘટી રહી છે.  ઇલેક્ટ્રિક વાહનોમાં હાલમાં કિંમત પણ ઓછી છે. સાતમી ફેબ્રુઆરીના દિવસે ગ્રેટર નોઇડામાં ઓટો એક્સ્પોમાં નિતિન ગડકરીએ કહ્યુ હતુ કે આવનાર સમયમાં ભારત  ઇલેક્ટ્રિક વાહનોના સૌથી મોટા માર્કેટ તરીકે ઉભરીને આવનાર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here