ઇમરાનની વાપસી મુશ્કેલ

0
10
Share
Share

છેલ્લા કેટલાક સમયથી વાપસીના હેવાલ છે

નાની વયમાં કેરિયરને શરૂ કર્યા બાદ લાંબા સમયથી દુર

મુંબઇ,તા. ૩૦

આમીરખાનના ભત્રીજા ઇમરાન ખાને બોલિવુડની ફિલ્મોમાં વાપસી કરવા માટેની તૈયારી કરી લીધી  હોવાના સમાચાર છેલ્લા કેટલાક વર્ષોથી આવી રહ્યા છે પરંતુ તેની વાપસી થઇ નથી. ઇમરાન ખાનની વાપસી હવે સરળ નથી તેમ તમામ લોકો માની રહ્યા છે. કારણ કે તેને ચાહકો પણ ભુલી ગયા છે. મંદીના માહોલમાં તેની સાથે ફિલ્મ કરીને નિર્માતા નિર્દેશકો હવે વધારે જોખમ લેવા માટે તૈયાર પણ નથી બોલિવુડમાં પહેલા થી જ કોરોનાના કારણે તમામ પ્રકારની પ્રવૃતિ રોકાઇ ગઇ છે. ઇમરાનના કોઇ સમાચારા પણ ક્યારેય આવી રહ્યા નથી. ઇમરાન ખાન છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે રહ્યો છે. તે બોલિવુડમાંથી બ્રેક લઇ ચુક્યો છે. હવે તે વાપસી કરવા માટે તૈયાર છે. મળેલી માહિતી મુજબ ઇમરાન હવે વાપસી કરનાર છે. અનુરાગ કશ્યપની પ્રોડક્શન કંપની ફેન્ટમ હેઠળ બનનાર નવી ફિલ્મમાં ઇમરાન ખાન કામ કરનાર છે. આ ફિલ્મના નિર્દેશક તરીકેની જવાબદારી રાજસિંહ ચૌધરીને આપવામાં આવી છે. રાજસિંહ ચોધરી ગુલાલ ફિલ્મમાં લોંચ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ એક્શનથી ભરપુર રહી શકે છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મનુ શુટિંગ આ વર્ષે શરૂ કરવામાં આવનાર છે. ઇમરાન ખાન બોલિવુડમાં શરૂઆતની ફિલ્મોમા સફળ રહ્યો  હતો. તેની કેટલીક ફિલ્મો લોકોને ગમી હતી. જેમાં એક મે ઓર એક તુ ફિલ્મનો સમાવેશ થાય છે. ઇમરાન ખાનની છેલ્લી ફિલ્મ કટ્ટી બટ્ટી રહી હતી. આ ફિલ્મ સપ્ટેમ્બર ૨૦૧૫માં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ત્યારબાદ  ઇમરાને થોડાક સમય માટે બ્રેક લેવાની ફરજ પડી હતી. ઇમરાન ખાન આમીર ખાનની જેમ કોઇ પણ રોલ સારી રીતે અદા કરવા માટે જાણીતો રહ્યો છે. ઇમરાન બોક્સ ઓફિસ પર કઇ પણ ફિલ્મને સફળ બનાવવા માટે સક્ષમ છે. તે વિતેલા વર્ષોમાં કેટલીક મોટી અભિનેત્રી સાથે કામ કરી ચુક્યો છે. જેમા ંકરીના કપુરનો સમાવેશ થાય છે. તે કંગના રાણાવત સાથે પણ કામ કરી ચુક્યો છે. ઇમરાનના સંબંધમાં હજુ સુધી કોઇ નક્કર ખાતરી આપવામાં આવી નથી. તે પોતે પણ કોઇ વાત હજુ સુધી કરી રહ્યો નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here