ઇન્દ્રપ્રસ્થ ટાવરના ૨૨૦ ઘરના ૮૦૦ લોકો માઈક્રો કન્ટેઇન્મેન્ટમાં મુકતા રોષ

0
23
Share
Share

અમદાવાદ,તા.૨૬

દિવાળી બાદ કોરોના કેસમાં અસંખ્ય વધારો થઇ રહ્યો છે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ રાત્રે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોની નવી યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં કયા વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધુ છે તે જાણી શકાય છે. ત્યારે એક તરફ જ્યાં અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે, ત્યાં બીજી તરફ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ મોટો વધારો થયો છે. નવી યાદીમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં હિમાલયા મોલ નજીકના ઇન્દ્રપ્રસ્થ ટાવરના ૨૨૦ ઘરના ૮૦૦ લોકો માઈક્રો કન્ટેઇન્મેન્ટમાં છે. જેને લઇને રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેમજ કોર્પોરેશનની કામગીરી સામે રહીશોમાં અસંતોષ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર બોડકદેવના ઇન્દ્રપ્રસ્થ ટાવરના રહીશો એ વિરોધ નોંધાવ્યો છે. જેમા ૨૨૦ ફ્લેટના ૮૦૦ લોકોને માઇક્રોકન્ટેમેન્ટ ઝોનમાં મુકવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનની કામગીરીથી લોકોમાં અંતોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઇને લોકોએ ઘરની બહાર આવીને રોષ વ્યક્ત કર્યો હતો. તે લોકોનું કહેવું છે કે મોડી રાતે કોર્પોરેશન દ્વારા પતરા લગાવી દેવામાં આવ્યો હતા. જેમા ઇન્દ્રપ્રસ્થ ટાવરના ત્રણ બ્લોક કર્યા છે. સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ૨૨૦ ઘરમાં ૮૦૦ લોકો પોઝિટિવ છે પરંતુ આવું કઇ જ નથી.

ઇન્દ્રપ્રસ્થ ફ્લેટના લોકો દ્વારા વિરોધ નોંધાવી સરકારને વિનંતી કરવામાં આવી છે કે તમે સાચી હકીકત બહાર લાવો. અમારા ટાવરમાં કોઇ પોઝિટિવ નથી. આ રીતે રહીશો દ્વારા વિરોધ નોંધાવી તંત્ર વિરુદ્ઘ રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત બુધવારે છદ્બષ્ઠ માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી જાહેર કરાઈ, તેમાં અમદાવાદમા માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર ૨૦૦ થી ઉપર પહોંચ્યા છે. ૩૧ વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. તો અગાઉના ૧૦ વિસ્તાર રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોની સંખ્યા ૨૨૪ પર પહોંચી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here