ઇન્ડિયા સામે ઓસ્ટ્રેલીયા ટેસ્ટ મેચઃ મેદાન વચ્ચે ટકરાયા ઋષભ પંત અને મેથ્યુ વેડ

0
16
Share
Share

મેલબર્ન,તા.૨૮

ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં સ્લેજિંગનો કિસ્સો સામે આવતો હોય છે. મેદાનમાં ટકરાયાનો કિસ્સો તાજેતરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સામે આવ્યો છે. કંગારૂ બેટ્‌સમેન મેથ્યૂ વેડ અને ભારતીય વિકેટકીપર ઋષભ પંતની વચ્ચે થોડી તકરાર થઈ જે સ્ટંપના માઈકમાં કેદ થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સની ૨૫મી ઓવર દરમિયાન આ ઘટના બની. તે સમયે મેથ્યૂ વેડ ૨૧ રનના સ્કોર પર રમી રહ્યો હતો. ત્યારે મેજબાન ટીમની સરખામણીએ ભારત ૭૩ રનથી આગળ હતું. આ વીડિયો સોશિયલ મીડિયા ફર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ઋષભ પંતએ મેથ્યૂ બેડના વજનને લઇને ઈશારો કરતા રમૂજ કરી અને તેને બિગ સ્ક્રિન પર પોતાને જોવાની વાત કરી. ત્યારબાદ વેડએ પણ પંતને કહ્યું કે, તે પહેલા પોતાને બિગ સ્ક્રિન પર જોવે. આ બંને ખેલાડીઓની ચર્ચા સાંભળી કોમેન્ટેટર પણ જોર જોરથી હસવા લાગ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here