ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ડે-નાઈટ ટેસ્ટ માટે ચાહકોની સ્ટેડિયમની બહાર લાઈનો લાગી

0
24
Share
Share

અમદાવાદ,તા.૨૦

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ સૌ પ્રથમવાર ટેસ્ટ મેચ યોજાવાની છે. જેને લઈને તમામ ચાહકો ટિકિટ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ મેચની ટિકિટનું અગાઉ ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર ૪ કલાકમાં જ ૧૫ હજાર જેટલી ટિકિટ વેચાઈ હતી.

મહત્વનું છે કે આ વખતે સ્ટેડિયમમાં ૫૦ ટકા દર્શકોને મંજૂરી આપવામાં આવી છે. આ ટેસ્ટ મેચ માટે અત્યારે સુધી લગભગ ૩૦૦૦૦થી વધુ ટિકિટનું વેચાણ થઈ ગયું છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (ય્ઝ્રછ) એ પણ આને ધ્યાનમાં લઈને આજથી ઓફલાઇન ટિકિટ નું વેચાણ શરૂ કર્યું છે ત્યારે વહેલી સવારથી જ યુવાનો થી લઈને વૃદ્ધ ચાહકોએ ટિકિટ માટે લાઈન લગાવી છે. જોકે સ્ટેડિયમ અંદર લોકોને ટિકિટ ખરીદવામાં સરળતા રહે તે માટે વ્યવસ્થા કરી છે. તેઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી ઓફલાઇન ટિકિટ મળશે.

મોટેરા દુનિયાનું પ્રથમ સ્ટેડિયમ છે, જ્યાં ૧૧ મલ્ટીપલ પિચ છે. ૬માં રેડ સોઇલ અને ૫માં બ્લેક સોઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ તો ૧૩ પિચ થઈ શકે એમ છે, પરંતુ બોલર રનરઅપ અને અન્ય સ્પેસ માટે આંકડો ૧૧ સુધી સીમિત રાખવામાં આવ્યો છે. મોટેરામાં મેન ગ્રાઉન્ડ ઉપરાંત જે અન્ય બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે, ત્યાં પણ ૯-૯ મલ્ટીપલ પિચ છે. એમાં ૫ રેડ સોઇલ અને ૪ બ્લેક સોઇલથી બનાવવામાં આવી છે. બ્લેક અને રેડ બંને સોઈલનું આવું પ્રેઝન્સ વર્લ્ડના અન્ય કોઈપણ સ્ટેડિયમમાં આવી વેરાઇટી જોવા નહીં મળે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here