ઇન્ડિયન એરફોર્સ ૧૧૪ મલ્ટીરોલ ફાઇટર જેટ ખરીદવાની તૈયારીમાં

0
27
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

ભારતીય વાયુસેના વારંવાર પોતાની તાકાત વધારવામાં જ લાગી છે. રાફેલ અને તેજસ પછી વાયુસેના ૧૧૪ મલ્ટીરોલ ફાઈટર વિમાનની ખરીદી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ડીલનો ખર્ચ ૧.૩ લાખ કરોડ રુપિયા થવાનું અનુમાન છે.

તાજેતરમાં જ મોદી સરકારે તેજસ ફાઈટર વિમાનની ખરીદી કરવાની અનુમતિ આપી હતી. હવે વાયુસેના ૧૧૪ અને ફાઈટર વિમાનોની ખરીદીની યોજના બની રહી છે. આગામી એર ઈન્ડિયા શોમાં ૮૩ તેજસ ફાઈટર વિમાનની પણ ડીલ થવાની આશા છે. તેજસ એક લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે એક હળવું વિમાન છે. ૮૩ તેજસ માર્ક ૧એ વિમાનોની ખરીદી માટે કેન્દ્ર સરકારે ૫૦૦૦૦ કરોડની ડીલને મંજૂર કરી છે. સૂત્રો અનુસાર તેજસ વિમાન ધીરે ધીરે હટાવવામાં આવતા મિગ-૨૧ની સ્ક્વોડ્રન ૪ની જગ્યા લેશે.

જે પછી ભારતીય વાયુસેના હવે ૧૧૪ અન્ય ફાઈટર વિમાનોની ખરીદી કરવાની તૈયારી કરી રહ્યું છે. ૧.૩ લાખ કરોડની આ ખરીદી માટે વાયુસેનાએ રિક્વેસ્ટ ફોર ઈન્ફર્મેશન પહેલા જ જાહેર કરી છે. દુનિયાભરના અનેક કંપનીઓએ આ સોદામાં રસ દાખવ્યો છે. અમેરિકા, રશિયા, ફ્રાંસ, સ્વીડન જેવા દેશોની દિગ્ગજ કંપનીઓએ આરએફઆઇ જાહેર થયા પછી ડીલને લઈને ઉત્સુકતા દાખવી છે.

અમેરિકન કંપની તરફથી એફ-૧૫ સ્ટ્રાઈક ઈગલ, એફ-૧૮ સુપર હોર્નેટ અને એફ-૧૬નું એક વેરિયન્ટ એફ-૨૧ ઓફર કરવામાં આવી રહ્યું છે. રશિયાની કંપની મિગ-૨૧ અને સુખોઈની ડીલને લઈને વાતચીત ચાલુ છે. સ્વીડનની સાબ ગ્રિપેન ફાઈટર એરક્રાફ્ટને લઈને વાત ચાલી રહી છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા રફાલને ૧૧૪ વિમાનના આ નવા સોદા માટે પ્રબળ દાવેદાર છે. નોંધનીય છે કે ભારત અને ફ્રાંસ વચ્ચે ૩૬ રફાલ ફાઈટર વિમાનોની ડીલને લઈને પહેલા જ સમજૂતી થઈ ચૂકી છે. અનેક રફાલ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ચૂક્યા છે.

નોંધનીય છે કે વાયુસેના આ ડીલ માટે સંરક્ષણ મંત્રાલય તરફથી ટૂંક સમયમાં જ એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી લેવાના પ્રસ્તાવની તૈયારી કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર ફાઈટર જેટને લઈને થતી સમજૂતીમાં મેડ ઈન ઈન્ડિયા અને ટેક્નોલોજી ટ્રાન્સફરની શરત પણ રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here