ઇન્ડસ્ટ્રીમાં પ્રતિભાશાળી કલાકોરોને તક નથી મળતીઃ સૈફ અલી ખાન

0
28
Share
Share

મુંબઇ,તા.૨૩

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્‌મને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. ઇનસાઇડર્સ અને આઉટસાઇડ્‌સ પર લોકો પોતાના મત રજૂ કરી રહ્યાં છે. આના પર હવે અભિનેતા સૈફ અલી ખાને મોટુ નિવેદન આપ્યુ છે. સૈફે કહ્યું કે સત્ય એ છે કે ઇન્ડસ્ટ્રીમાં કેટલીયવાર પ્રતિભાશાળી કલાકારોને મોકા નથી મળતા, જ્યારે કેટલાક ખાસ લોકોને આસાનીથી કામ મળી જાય છે.

સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, હુ જે રીતનો માણસ છું, અને જે રીતે ફિલ્મો મે કરી છે, આમાં હંમેશાથી વિશેષાધિકાર અને વિશેષાધિકારની કમીની ભાવના રહી છે. કેટલાક લોકોન કઠીન રસ્તાઓ પર સંઘર્ષ કરીને આવે છે, અને કેટલાક આસાન રસ્તાંઓ પરથી આવી જાય છે. આમાં હંમેશા અંડરકરન્ટ હોય છે. ખાસ કરીને એનએસડી અને ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટમાંથી આવનારા લોકોની સાથે આવુ જોવા મળે છે. તે લોકો પુરપુરા ટેલેન્ટેડ સાથે આવે છે, જ્યારે આમાં કેટલાક લોકોને જન્મથી અધિકાર મળી ગયો હોય છે, અને કેટલાકના દરવાજા પેરેન્ટ્‌સના કારણે ખુલ્લા હોય છે.

સૈફ અલી ખાને ખુદને વિશાલ ભારદ્વાજ તરફથી ખાન સાહબ કહેવાતા અને ઓમકારામાં લંગડા ત્યાગીના રોલ આપવાને લઇને કહ્યું કે, આ મારા માટે ખરેખર સારી વાત હતી. આ બન્નેમાં સૈફ અલી ખાનની ભૂમિકાને લોકોએ પસંદ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here