ઇઝરાયેલ દૂતાવાસ નજીક બ્લાસ્ટ કોઇ ભયંકર ષડ્યંત્રની કડી હોઇ શકેઃ રોન મલકા

0
26
Share
Share

ન્યુ દિલ્હી,તા.૩૦

ઈઝરાયેલના દૂતાવાસ નજીક થયેલા બોમ્બ બ્લાસ્ટ પાછળ કોઈ ભયંકર ષડયંત્રની એક કડી હોઈ શકે છે. આ ઘટનના તાર વર્ષ ૨૦૧૨માં ઈઝરાયેલી ડિમ્લોમેટ્‌સ પર થયેલા હુમલા સાથે જોડવામાં આવી રહ્યાં છે. આ શક્યતા ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રૉન મલકાએ વ્યક્ત કરી છે.

મલકાએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૨માં દિલ્હીમાં ઈઝરાયેલી ડિપ્લોમેટ્‌સ પર એક આતંકવાદી હુમલો થયો હતો જે દૂતાવાસથી વધારે દૂરના અંતરે નહોતો. બની શકે કે આ વખતે પણ કંઈક આ પ્રકારની પેટર્ન હોઈ શકે છે. અને તેની તપાસ કરી રહ્યાં છીએ અને આ વિકલ્પોમાંની એક છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે, ગઈ કાલે થયેલો વિસ્ફોટ આતંકવાદી હુમલો પણ હોઈ શકે છે.

૧૩ ફેબ્રુઆર, ૨૦૧૨માં ભારતમાં તૈનાત એક ઈઝરાયેલી ડિપ્લોમેસની કારને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ કારમાં ડિપ્લોમેટ્‌સની પત્ની, તાલ યેહોશુઆ કોરેન સવાર હતાં. તેઓ તેમના સંતાનોને શાળાએ લેવા જઈ રહ્યાં હતાં. કારમાં તેમની પાછળથી આવેલા મોટરસાઈક સવારોએ મેગ્નેટિક એક્સપ્લોઝિવ ડિવાઈસ (સ્ટિકી બોમ્બ) લગાવી દીધો હતો. જ્યારે કાર ઔરંગઝેબ રોડના ટ્રાફીક સિગ્નલ પર રોકાઈ તો અચાનક થયેલા વિસ્ફોટમાં કાર આગનો ગોળો બની ગઈ હતી. કોરેન આ હુમલામાં માંડ માંડ બચ્યા હતાં. આ જ દિવસે જ્યોર્જિયામાં પણ ઈઝરાયેલી ડિપ્લોમેટ્‌સની કારમાં બોમ્બ પ્લાંટ કરવામાં આવ્યા હતાં. તેવી જ રીતે થાઈલેન્ડ અને મલેશિયાથી પણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક ઈરાની નાગરિક શામેલ હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here