ઇઝરાયેલે ઇરાનમાં ઘુસી અલ-કાયદાના નંબર-ટુ આતંકીને ઠાર માર્યો

0
35
Share
Share

તહેરાન,તા.૧૪

ઇઝરાયેલે ઇરાનમાં ઘુસીને અલ કાયદાના નંબર ટુ ગણાતા એક રીઢા આતંકવાદીને ઠાર કર્યો હતો. આ આતંકવાદી અગાઉ અમેરિકી રાજદૂતાવાસ પર હુમલો કરવા માટે જાણીતો હતો.

ઇઝરાયેલે હંમેશની જેમ ચૂપચાપ પોતાનું મિશન અમલમાં મૂક્યું હતું અને અબુ મુહમ્મદ અલ મસરી (મૂળ નામ અબ્દુલ્લા અમહદ અબ્દુલ્લા)ને ઇરાનની અંદર ઘુસીને ઠાર કર્યો હતો. આ માણસ અત્યંત ઘાતકી અને ક્રૂર હતો. ૧૯૯૮માં આફ્રિકામાં આવેલી અમેરિકી રાજદૂતાવાસની કચેરી પર હુમલો કરીને રાજદૂતની ક્રૂર હત્યા કરવાની આતંકવાદી ઘટનાનો સૂત્રધાર આ અલ મસરી હતો.

આ હુમલામાં ૨૨૪ વ્યક્તિનાં મરણ થયાં હતાં અને બીજા ઘણાને ઇજા થઇ હતી. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ ઇઝરાયેલી મોસાદ સંસ્થાના ચુનંદા જાસૂસો સતત અલ મસરીનું પગેરું પકડતા રહ્યા હતા. આખરે એને આ વર્ષના ઑગષ્ટમાં શોધી કાઢવામાં આવ્યો હતો. એને એની પુત્રી મરિયમને ઠાર કરવામાં આવ્યો હતો.

આમ સતત બાવીસ વર્ષ પછી અમેરિકાએ ઇઝરાયેલની મદદથી અલ મસરીને ઠાર કર્યો હતો. એણે જે તારીખે આફ્રિકાના અમેરિકી રાજદૂતાવાસ પર હુમલો કર્યો હતો એજ તારીખે એટલે કે હુમલાની વરસીને દિવસે એને ઠાર કરાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here