ઇજિપ્તની કોરોના હોસ્પિટલમાં આગ, સાત સંક્રમીતોના મોત

0
11
Share
Share

કૈરો,તા.૩૦

ઇજિપ્તની હોસ્પિટલના સઘન સંભાળ યુનિટમાં લાગેલી આગમાં કોવિડ -૧૯ના ૭ દર્દીઓનાં મોત નીપજ્યાં. એલેક્ઝાંડ્રિયાના રાજ્યપાલ, મહેમદ અલ શરીફે જણાવ્યું હતું કે ઇજિપ્તના ઉત્તરી દરિયાકાંઠે આવેલા એલેક્ઝાન્ડ્રિયાની ખાનગી હોસ્પિટલના કોરોના વાયરસ રૂમમાં આગ લાગતાં છ પુરુષ અને એક મહિલાનાં મોત નીપજ્યાં હતાં.

નાગરિક સુરક્ષા વિભાગે જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. સરકારી વકીલોએ જણાવ્યું હતું કે પોલીસ કેસની તપાસ કરી રહી છે, પરંતુ પ્રારંભિક અહેવાલોથી સંકેત મળ્યું કે આગ પહેલા ઓરડામાં આવેલા એર કંડિશનરમાં શરૂ થઈ.

હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ’થોડીક સેકંડમાં ભયંકર આગ ફાટી નીકળી હતી અને આગના ઝડપથી ફેલાવાને કારણે અમારું કોઈ પણ કાર્યકરો પરિસ્થિતિને કાબૂમાં કરી શક્યો નહીં.’ ફરિયાદીએ જણાવ્યું હતું કે એક અન્ય દર્દી સળગી ગયો હતો અને બાકીનાને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here