આ ૬ પ્રકારના પાપને ક્યારેય ક્ષમા નથી કરતાં ભગવાન શિવ

0
29
Share
Share

ત્રણેય દેવોમા સૌથી સર્વશ્રેષ્ઠ છે મહાદેવ, જેમની પૂજા પૂરી સૃષ્ટિ કરે છે. ભગવાન શિવ જ્યારે પ્રસન્ન થાય છે તો તે ભોલેનાથ છે પણ જ્યારે  ક્રોધિત થઈ જાય  છે તો પ્રલય લઈ આવે છે. એટલા માટે જ માણસે હંમેશા એવા કામ કરવા જોઈએ જે સાચા હોય અને જેમાં પાપનું જરા પણ મિશ્રણ ન હોય, નહીં તો મહાદેવ તેમને માફ નહીં કરે. શાસ્ત્રોમાં અમુક વાતો એવી કહેવામાં આવી છે જે કામ પાપના દાયરામાં આવે છે અને તેને વર્જિત બતાવવામાં આવ્યા છે.

આ પાપોને મહાદેવ ક્યારેય માફ નથી કરતા અને જો તમે મહાદેવના ક્રોધથી બચવા માગો છો તો આવા પાપ તમારા જીવનમાં કયારેય ના કરો, નહીતર તમારું સુખી જીવન નરક બનતા વાર નહિ લાગે. શિવ જેટલા ભોળા છે એટલા જ પ્રલયકારી પણ છે, દરેક વ્યક્તિએ પોતાની હદમાં રહેવું જોઈએ અને કોઇ પાપ ન કરવું જોઈએ કારણ કે એનું  નુકસાન તેને જાતેજ ભરવું પડે છે.

શિવપુરાણમાં જાણી જોઈને કરેલ કાર્ય, વાત-વ્યવહાર અને વિચાર દ્વારા કરવામાં આવેલ પાપનું વર્ણન કર્યું છે. જેને ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતા. એ વ્યક્તિ હંમેશા શિવના પ્રકોપને ભાગી બને છે અને ક્યારે પણ સુખી જીવન નથી વિતાવી શકતો.

તમે તમારા દિમાગમાં જે વિચારો છો તે ભગવાનથી છુપાતું નથી માટે ભલે તમે તમારી વાત કે વ્યવહારથી કોઇને નુકસાન ન પહોંચાડયુ હોય પણ મનમાં કોઈ પ્રત્યે ખોટો ભાવ લાવો તો પણ તે પાપની શ્રેણીમાં જ આવે છે. ચલો હવે જાણીએ એવા કયા કયા પાપ છે જે ભગવાન શિવને પસંદ નથી અને પુરાણમાં વર્જિત બતાવવામાં આવ્યા છે.

* બીજાના પતિ કે પત્ની પર ખોટી નજર રાખવી કે તેને પામવાની ઈચ્છા રાખવી તે સૌથી મોટું પાપ છે અને પુરાણમાં એને સૌથી ખરાબ કામ કહેવામાં આવ્યું છે.

* બીજાનું ધન મેળવવું કે તેને પોતાનું બનાવવાની ઇચ્છા રાખવી ભગવાનની નજરમાં અક્ષમ્ય અપરાધી છે. બીજાનુ ધન માટી સમાન સમજવું જોઈએ.

* કોઈપણ નિર્દોષ કે કમજોર ને કષ્ટ દેવું, નુકસાન પહોંચાડવું કે તેમનું ધન લૂંટવું, તેમના કામમાં વિઘ્ન લાવવાની યોજના બનાવવી કે એવું કંઈ વિચાર લાવો પણ શિવની નજરમાં ખોટું છે અને તેને માફી પણ મળતી નથી.

* સારી વાતો ભૂલીને ખોટા રસ્તે જનારો પણ પાપનાં ભાગીદાર છે અને ભગવાન શિવ તેને માફીને લાયક નથી સમજતા.

* ક્યારેય કોઈ સ્ત્રી પર ખોટી નજર ન રાખવી જોઈએ કેમકે એવું ખોટું કરનાર ક્યારે ન તો  સંસારિક જીવન ભોગવી શકે કે ન તો ધનથી સંતુષ્ટ થઈ શકે.

* માતા-પિતાને નુકસાન પહોંચાડનાર કે એમને તકલીફ દેનાર ભગવાન શિવની નજરમાં ક્યારે માફ ન કરવા વાળું પાપ કરે છે. આવું કરવું ઈશ્વરને દુઃખ પહોંચાડવાને બરાબર છે જે વ્યક્તિ એ ન કરવું જોઈએ.(જી.એન.એસ)

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here