‘આ વિજય નીતિશનો નહીં, નરેન્દ્ર મોદીનો છેઃ ચિરાગ પાસવાન

0
15
Share
Share

પટના,તા.૧૧

લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને કહ્યું હતું કે બિહારની વિધાનસભા ચૂંટણીમાં મળેલો વિજય નરેન્દ્ર મોદીનો વિજય છે, નીતિશ કુમારનો નહીં.

રાજદના તેજસ્વી યાદવ કરતાં અંગત રીતે સૌથી વધુ અફસોસ ચિરાગને થયો હોવો જોઇએ. એણે દૂધ અને દહીં બંનેમાં પગ રાખ્યા હતા. એ નરેન્દ્ર મોદીને પોતાના નેતા ગણાવતો હતો પરંતુ નીતિશ કુમારની જાહેરમાં ટીકા કરતો હતો. એ પોતાના પોસ્ટર્સમાં અને હોર્ડિંગ્સમાં વડા પ્રધાન સાથે પોતાના ફોટોગ્રાફ મૂકતો હતો. ચૂંટણી પહેલાં એના પિતા કેન્દ્રના પ્રધાન રામ વિલાસ પાસવાનના નિધનથી ચિરાગને એવો ખ્યાલ હતો કે પોતાના પક્ષને સહાનુભૂતિના મતો મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here