આ વર્ષે ફક્ત સાઉદી અરેબિયામાં રહેતા લોકો હજ યાત્રા કરી શકશે

0
17
Share
Share

રિયાધ,તા.૨૩

સાઉદી અરબે આ વર્ષે હજનું આયોજન કરવાનું નક્કી કર્યું છે, પરંતુ કોરોના વાઈરસને કારણે માત્ર સાઉદી અરબમાં રહેતા લોકો જ હજ કરી શકશે. સાઉદી અરબ સરકારના હજ અને ઉમરાહ બાબતોના મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાઈરસને કારણે આ વખતે મર્યાદિત હાજીઓને જ હજ કરવાની છૂટ આપવામાં આવશે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે માત્ર સાઉદી અરબમાં રહેતા લોકોને જ હજ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે સરકારે જણાવ્યું નથી કે, કેટલા લોકોને મંજૂરી આપવામાં આવશે? નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે તકેદારીના પગલા પણ લેવામાં આવશે.

સાઉદી અરબે રાષ્ટ્રની સ્થાપના પછી લગભગ ૯૦ વર્ષોમાં ક્યારેય હજને રદ્દ નથી કરી. એક અંદાજા મુજબ, દર વર્ષે ૨ મિલિયન લોકો હજ કરવા માટે આવે છે.

અગાઉ સાઉદી અરબ તરફથી લોકોને અપીલ કરવામાં હતી કે, લોકો આ વખતે હજ માટે ના આવે અથવા પોતાના કાર્યક્રમને આગળ વધારે. કોરોના વાઈરસ સંકટને ધ્યાનમાં રાખતા પહેલા જ મક્કા અને મદીના શહેર વિદેશીઓ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દુનિયામાં કોરોના વાઈરસનો સંક્રમણ ફેલાયો છે. આ સંક્રમણથી સાઉદી અરબ પણ બાકી નથી રહ્યું. સાઉદી અરબમાં રોજ કોરોના વાયરસના નવા દર્દીઓનો ઉમેરો થતો જાય છે. સાઉદીમાં અત્યાર સુધીમાં ૧,૬૧,૦૦૫ કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ ચૂકી છે. અહીં કોરોનાના કારણે ૧૩૦૭ લોકોનાં મોત નીપજ્યાં છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here