આસામ-બિહારમાં પુર સ્થિતી

0
31
Share
Share

બંને રાજ્યોમાં લાખો લોકોને પ્રતિકુળ અસર થઇ
હજુ પણ અસરગ્રસ્ત થયેલાની સંખ્યા સતત વધી રહી છે
ગુવાહાટી,તા. ૧
આસામ અને બિહારમાં પુરની સ્થિતી ગંભીર બનેલી છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. લાખો લોકોને માઠી અસર થઇ રહી છે. અવિરત વરસાદના કારણે લાખો લોકો પુરના સકંજામાં આવી ગયા છે. ગુવાહાટીી પ્રાપ્ત અહેવાલ મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં ફરી એકવાર વધારો થયો છે. વધુ ૧૧૬૦૦ લોકો પુરના સકંજામાં આવી ગયા છે. આની સાથે જ અસરગ્રસ્ત લોકોની સંખ્યા બુધવારે ૧૭૦૯૫૬ હતી જે હવે વધીને ૧૮૨૫૮૩ સુધી પહોંચી ગઇ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવાાં આવી રહ્યુ છે કે સ્થિતીને હળવી કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. પુર અને ભેખડો ધસી પડવાની ઘટનામાં કુલ ૬૪ લોકોના મોત થયા છે. ધેમાજી સૌથી અસરગ્રસ્ત જિલ્લા તરીકે છે. જ્યાં ૫૮૦૦૦ લોકો અસરગ્રસ્ત થયેલા છે. બારપેટા અને ખીમપુરમા ંપણ મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થયેલા છે. હાલમાં ૪૦૦ ગામો પુર હેઠળ છે. ૨૬૬૭૫ હેક્ટર જમીન અથવા તો પાક વિસ્તાર પાણીના સકંજામાં છે. ૩૪ રાહત કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા છે. આસામમાં અતિ ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. જેથી લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. જે ૧૨ અસરગ્રસ્ત જિલ્લાઓ રહેલા છે તેમાં ધેમાજી, લખીમપુુર, સોનિતપુર, બક્સા, બારપેટા, નાલબેરી, ચિરાંગ અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. આસામના ધેમાજી જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએકહ્યુ છે કે ધેમાજીમાં સૌથી વધારે હાલત કફોડી થયેલી છે. પટણાથી પ્રાપ્ત હેવાલ મુજબ બિહારમાં ૩૦ લાખથી વધારે લોકો ગ્રસ્ત છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here