આસામમાં પૂરઃ ૨૨ જિલ્લામાં લાખો લોકો પ્રભાવિત, ૨૦ લોકોના મોત

0
8
Share
Share

ગુવાહાટી,તા.૨૯

સોમવારે આસામમાં પૂરની પરિસ્થિતિએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાંથી ૨૨ પૂરથી અસરગ્રસ્ત થયા છે, જ્યારે પૂરમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૨૦ પર પહોંચી થઈ છે.

સંબંધિત જિલ્લા વહીવટીતંત્રએ પૂરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૧ રાહત શિબિરો ખોલી છે, જ્યારે કુલ ૨૮,૩૦૮ લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. એએસડીએમએ અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે પૂરના કારણે પાકની સાથે કુલ ૯૮,૮૫૦ હેક્ટર ખેતીની જમીન પણ પ્રભાવિત થઈ છે.

બીજી તરફ ઘણી નદીઓનું પાણીનું સ્તર વધી રહ્યું છે. બ્રહ્મપુત્રા નદી નિમાટીઘાટ, તેજપુર, ગુવાહાટી, ગોલપરા પેટ ધુબરી, બુરહિંદિગ અને સેનમરીમાં જોખમના ચિન્હથી ઉપર વહી રહી છે. ડિબ્રુગઢ ખાતે, જીયાભારલી ધનસિરી, કોપિલી અને પેગનદિયા નદીઓ પણ જોખમ સ્તરની ઉપર વહી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here