આવા ફેસ પેકથી ચહેરો ગ્લો કરશે

0
14
Share
Share

અમે તમામ લોકો સારી રીતે જાણીએ છીએ કે દાળ અમારા આરોગ્ય માટે કેટલી ફાયદાકારક રહેલી છે. જો તમે ઇચ્છો તો ફેસ પેક તરીકે તેનો ઉપયોગ કરીને ૪૦ વર્ષની વયમાં પણ અતિ ખુબસુરત રહી શકો છો. સાથે સાથે ૪૦ વર્ષની વયમાં પણ ચહેરો ગ્લો કરતો રહી શકે છે. મગ અને મસુરની દાળ તેમજ ચણા દાળ મારફતે ફેસ પેક બનાવી શકાય છે અને તેનો ઉપયોગ કરવાથી ખુબ ફાયદો થાય છે. ચહેરાની રંગત નિખારવા માટે આ જરૂરી નથી કે તમે દુનિયાભરની ચીજોનો જ ઉપયોગ કરો. તમે ઇચ્છો તો રસોડામાં રાખવામાં આવેલી અને દરરોજ ઉપયોગ કરવામાં આવતી ચીજોનો ઉપયોગ કરીને આ ચીજોનો ફેસ પેક બનાવી શકાય છે. દાળથી બનાવવામાં આવેલા ફેસ પેક અસરકારક રહે છે. આના કારણે સ્કીન ખુબ જોરદાર રીતે ચમકે છે. અમારા ઘરમાં કેટલીક પ્રકારની દાળ પડેલી હોય છે. જે અમારા ડાયટમાં અમે સામેલ કરતા રહીએ છીએ. જો તમે ઇચ્છો તો થોડીક થોડીક  માત્રામાં તે લઇને મિક્સરમાં પીસીને પેક બનાવી શકાય છે. આ દાળના કારણે બનેલા ફેસ પેક દરેક પ્રકારની સ્કીન માટે અસરકારક સાબિત થાય છે. ફેસપેક કઇ રીતે બનાવી શકાય છે તેેમ કહેનાર લોકો ખુબ વધારે છે. આ પ્રશ્નનો જવાબ એ છે કે ફેસ પેક બનાવવામા કોઇ ખાસ મુશ્કેલી નથી. ચનાની દાળ અને કેળાના ફેસ પેક બનાવવા માટે ઉપયોગી રીત રહેલી છે. જો તમારી  સ્કીન ડ્રાય છે તો ચણાના પાઉડર અને કેળાનો ઉપયોગ કરીને ફેસપેક બનાવી શકાય છે. આના માટે સૌથી પહેલા એક વાટકીમાં અડધા પાકી ગયેલા કેળાને મૈશ કરી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં બે ચમચી ચણાના લોટ, બે ચમચી મલાઇ અને ગુલાબ જળને મિક્સ કરી દેવામાં આવે છે. આ પેસ્ટને ચહેરા પર લગાવી દેવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે. આ પેસ્ટને ચહેરા પર લગાવી દીધા બાદ ૧૦ -૧૫ મિનિટ સુધી લગાવી રાખવામાં આવે છે. ત્યારબાદ પાણીમાં તેને ધોઇ નાંખવામાં આવે છે. આ પેકનો ઉપયોગ કરવાથી ચહેરા પરના દાગ દુર થાય છે. મસુર દાળ અને દુધના ફેસ પેકનો ઉપયોગ પણ કરી શકાય છે. મસુરના આ પેકને બનાવી લેવા માટે બે ચમચી મસુરની દાળ લેવામાં આવે છે. ભુખી કરવામાં આવેલી મસુરની બે ચમચી લેવામાં આવ્યા બાદ તેને રાત્રી ગાળા દરમિયાન પળાડી દેવામાં આવે છે. સવારમાં પોતાના ચહેરા પર તેને લગાવી દેવામાં આવે છે. ૨૦ મિનિટ બાદ તેને ધોઇ નાંખવામાં આવે છે. ચણાની દાળ અને હલ્દરનો ઉપયોગ કરીને પણ ફેસ પેક બનાવી શકાય છે. જો તમારા ચહેરા પર મોટી સંખ્યામાં ખીલ અને દાગ થઇ ગયા છે તો આ પેક આપના માટે બેસ્ટ સાબિત થઇ શકે છે. ત્યારબાદ તેમાં જરૂર મુજબ કાચા દુધને હલ્દરની સાથે મિક્સ કરી દેવામાં આવે છે. પેસ્ટને ચહેરા પર ૧૫ મિનિટ સુધી લગાવીને રાખવાની સ્થિતીમાં ફાયદો થાય છે. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઇ નાખવામાં આવે છે. ચણાની દાળ અને મુલ્તાણી માટીનો ઉપયોગ કરીને પણ પેક બનાવી શકાય છે. મુલ્તાની માટી ચહેરા પરથી ઓઇલને દુર કરવામાં ભૂમિકા અદા કરે છે. જ્યારે ચણાની દાળ આપના ચહેરા  પરથી દાગને દુર કરવામાં મદદરૂપ બને છે. આ પેકને બનાવી લેવા માટે સૌથી પહેલા બે ચમચી મુલ્તાની માટીમાં એક ચમચી વેસણ લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં ગુલાબલ મિક્સ કરવામાં આવેછે. આને ચહેરા પર ૧૫ મિનિટ સુધી રાખવાના કારણે ખુબસુરતી વધે છે. ચહેરા પર ૧૫ મિનિટ સુધી આ પેકને લગાવીને રાખ્યા બાદ તેને ધોઇ નાંખવાની જરૂર હોય છે. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઇ નાંખવામાં આવે છે. મસુર દાળ અને કાચા દુધના ફેસ પેકનો ઉપયોગ પણ કરી શકાય છે. ચહેરા પર જામી ગયેલી ગદંકી અને ડેડ સ્કીનને દુર કરીને તેને સ્વસ્થ ચહેરામાં ફેરવી નાંખવામાં મસુર દાળ અને દુધથી બનેલા ફેસ પેકની ભૂમિકા રહેલી છે.  આધુનિક સ્પર્ધાના સમયમાં દરેક યુવતિઓ પોતાને ખુબસુરત દેખાવવા માટે બનતા તમામ પ્રયોગ કરતી રહે છે. ખાસ કરીને બ્યુટી પ્રોડક્સનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે. જો કે આના કારણે સ્કીન વધારે ખરાબ થઇ જાય છે. કારણ કે તેમાં કેમિકલનુ પ્રમાણ વધારે રહેલુ છે.જેથી કોઇ પણ બ્યુટી પ્રોડકસનો ઉપયોગ કરતા પહેલા કેટલીક સાવધાની રાખવામાં આવે તે અતિ  જરૂરી હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here