આવનાર શ્રમજીવી ખરડો સરકાર માટે માથાનો દુખાવો બનશે કે શું…..?

0
33
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

વિશ્વભરમા કોરોના મહામારીનો આંક વધતા ખુદ જે તે દેશની સરકારો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામી છે. વિશ્વભરમાં ૩૧.૨૧ લાખ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે જ્યારે મૃત્યુ આંક ૯,૬૩ લાખ પહોંચી ગયો છે. અમેરિકામાં મૃત્યુઆંક ૨ લાખથી આગળ વધી રહ્યો છે. યુકે માં કોરોના બેકાબૂ બનતા ત્યાંની સરકાર બીજીવાર lockdown નાખવાની તૈયારી કરી રહી છે. અમેરિકાના કેટલાક રાજ્યો પણ લોકડાઉન કરવા માટે વિચારી રહ્યા છે. ત્યારે ભારતમાં કુલ કેસોનો આંક ૫૬,૩૧,૨૧૮ પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક ૯૦ હજાર પહોંચ્યો છે ત્યારે આજ દિન સુધી કોરોના મારક રસી કે દવા ઉપલબ્ધ થઇ શકી નથી છતાં કોરોના દર્દીઓ પૈકી ૪૫,૬૮,૫૧૪ દર્દીઓ સાજા થઈ ગયા છે. છતાં દેશના મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધતા વડાપ્રધાન શ્રીમોદીજી રાજ્યના મુખ્યમંત્રીઓ અને સ્વાસ્થ્ય  મંત્રીઓ સાથે સમીક્ષા કરવાના છે. રાજ્યમા લોકડાઉન નાખવુ કે કેમ તે માટેની જે તે રાજ્ય સરકારોએ નિર્ણય લેવાનો રહેશે અને તે માટેની જવાબદારી તેઓની રહેશે. ત્યારે કેન્દ્ર સરકાર  જે તે રાજ્યોને જરૂરી સહાય કરશે પરંતુ રાજય માં ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ ની જવાબદારી કેન્દ્ર નહીં લે જેનો અગાઉ આમ પ્રજાની અનુભવ થયો છે. ત્યારે તબીબો અને તજજ્ઞોનું કહેવું છે કે આજે પણ સંખ્યાબંધ લોકો કોરોના રોકવા કે તેનો ભોગ ન બને તે માટેના કોરોના નિયમોનો અમલ કરતા નથી….. જેમાં નોકરી કરતા કર્મચારીઓ પોતાના સાથી કર્મચારીઓથી, મિત્રો પોતાના મિત્ર સર્કલમાં અને નજીકના સગા સગાઓ વચ્ચે વાતચીત કરતા કે મળતા જાણે આપણને કોઈ વાંધો નથી તેવું સમજીને માસ્ક પહેરતા  નથી તો ડિસ્ટન્સ પણ જાળવતા નથી. આમ છતા એક બીજા માસ્ક ધારણ કરે તો કોરોના સાંકળ તૂટી શકે, ફેલાવો અટકી શકે અને લોકોને કોરોનાનો ભોગ ન બનવું પડે…..!

દેશમાં ખેડૂત બિલ જે પ્રકારે રાજ્યસભામાં પસાર થઈ ગયું તેનાથી વિપક્ષો અને ખેડૂતો ભારે આક્રોશ માં છે. આજે પણ પંજાબ, હરિયાણા, કર્ણાટક, આધ્ર પ્રદેશમા  ખેડૂતોનું આંદોલન ચાલુ રહ્યું છે તો તેની આગ હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના અન્ય પ્રદેશોમાં આગળ વધતી જઈ રહી છે……! અને આવા જ સમયે દેશમાં મંદી મોંઘવારી વધતી ચાલી છે અને કરોડો લોકોએ રોજગારી ગુમાવી દીધી છે, બેરોજગારીનો આંક ૧૨ કરોડને આંબી ગયો છે ત્યારે કેન્દ્ર સરકાર શ્રમજીવી ખરડા સહિત મજૂરોને લગતા ત્રણ ખરડા લાવનાર છે ત્યારે છેલ્લા ચારેક માસથી  ભડકેલા નોકરિયાતો,શ્રમજીવીઓ વધુ ભડકશે…. કારણ કે નોકરીઆતો કે શ્રમજીવીઓની નોકરી સલામત રહેશે નહી  તેના પરિણામે આવનાર શ્રમજીવી ખરડાનો વિપક્ષો અને શ્રમજીવીઓ ભારે દેખાવો સાથે આંદોલન કરી શકે છે જે સરકાર માટે માથાનો દુખાવો બની રહેશે…. તેનું કારણ કે ખેડૂત આંદોલનને કર્ણાટક, આંધ્ર પ્રદેશના મજૂર યુનિયનોની પણ ટેકો જાહેર કર્યો હતો એટલે શ્રમજીવી ખરડા  બાદ ખેડૂતો અને શ્રમજીવીઓ એક જૂટ થઇને દેશભરમાં આંદોલન ચલાવશે તેવી સંભાવના વધી પડી છે……! ત્યારે સરકારે હવે આવા ખરડાઓ  માટે વિચારવાનો સમય પાકી ગયો છે….. જો કે કેન્દ્ર સરકાર ખેડૂત બિલની જેમ શ્રમજીવી ખરડા પાસ કરાવશે તે નિશ્ચિત છે…..!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here