આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રના ૯થી સવારના ૬ સુધી કર્ફ્યૂ: નીતિન પટેલ

0
21
Share
Share

ગાધીનગર,તા.૨૦

સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ અંગે ચર્ચા થઇ

રાજ્યમાં મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું

મહદઅંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ

અમદાવાદમાં કર્ફ્યૂ અને રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે નીતિન પેટેલે માહિતી આપી છે. સીએમની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રના ૯થી સવારના ૬ સુધી કર્ફ્યૂ હોવાનું જણાવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છેકે, નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. આજથી ૯ વાગ્યાથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેની ચર્ચા કરવામાં આવી છે. તે માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડો ખાલી નથી તે વાત ખોટી છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે સાવચેતીના ભાગરૂપે કોઇ મોટી સંખ્યામાં આ ત્રણેય શહેરોમાં કેસનો વધારો ન થયો હોવા છતાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. ગઇકાલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૩૪૦ હતી. તે આજે ૧૪૨૦ થઇ છે. મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. મહદઅંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યાં છીએ.

૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ૯૭૧ દર્દી દાખલ છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં હજુ ૬૦ ઈંઈઞ બેડ ખાલી છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં નવા ૧૨૦ બેડ ઉમેરાશે. સોલામાં હાલ ૪૦૦ આઇસોલેશન વોર્ડ અને ઈંઈઞના ૫૦ બેડ છે. સોલા સિવિલમાં કોરોનાના સામાન્ય ૨૭૦ દર્દી સારવાર હેઠળ છે. ગાંધિનગર સિવિલમાં પણ ૨૩૦ નોન ક્રિટિકલ દર્દી સારવાર હેઠળ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here