આવકવેરાનાં રિટર્ન ભરવાની મુદતમાં ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી લંબાવી

0
24
Share
Share

નવી દિલ્હી, તા.૨૪

કેન્દ્રનાં નાણા વિભાગે કોરોના મહામારી ત્થા લોકડાઉનના કારણે વેપારીઓને તેના આવકવેરાનાં રિટર્ન ભરવાની મુદતમાં ત્રણ માસનો વધારો જાહેર કરેલ છે.

નવી દિલ્હી. સરકારે વર્ષ ૨૦૧૮-૧૯નું ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સમય સીમા એક મહિનો લંબાવી દીધી છે. સત્તાવાર દસ્તાવેજ પ્રમાણે હવે નાણાકીય વર્ષ માટે ૩૧ જુલાઈ ૨૦૨૦ રિટર્ન ભરી શકાય છે. આ અગાઉ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વર્ષ ૨૦૧૯-૨૦ માટે આવક વેરા રિટર્નની સમય સીમા ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી લંબાવી ચુક્યું છે.

સેન્ટ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એ બુધવારે આધારને પાન સાથે જોડવાની અંતિમ તારીખ પણ ૩૧ માર્ચ સુધી કરી છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે ટેક્સમાં છૂટ મેળવવા માટે પણ ઈન્વેસ્ટમેન્ટની સમય મર્યાદાને પણ ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી વધારી છે. નાના અને મધ્ય વર્ગના કરદાતાને રાહત આપવા માટે સરકારે કરદાતાને લગતા કેસમાં સ્વ-મૂલ્યાંકન કરી ચુકવણીની સમય સીમા પણ લંબાવી છે, જેનું સ્વ-મૂલ્યાંકન કર મર્યાદામાં ૧ લાખ રૂપિયા સુધી છે, જે ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી રિટર્ન ફાઈલ કરી શકે છે.

 

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here