આર્થિક તંગીનાં કારણે મેં અંદાઝ અને હીર રાંઝા જેવી ફિલ્મો કરી હતીઃ અનિલ કપૂર

0
19
Share
Share

મુંબઈ,તા.૧૨

અનિલ કપૂર અત્યારે પોતાની ફિટનેસ અને વર્કોહોલિક પર્સનાલિટીના કારણે ખૂબ જ ચર્ચામાં છે. તેમાં પણ તાજેતરમાં આવેલી તેમની ફિલ્મ ‘છા ફજ છા’ ખૂબ જ વખાણવામાં આવી રહી છે. બોલિવૂડમાં ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરનાર અનિલ કપૂરે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે મારો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. મારી કારકિર્દીના શરૂઆતના દિવસોમાં આ તંગીના કારણે જ મારે કેટલીક ફિલ્મો કરવી પડી હતી. તેમણે જણાવ્યું કે, મેં ત્યારે અંદાઝ, હીર રાંઝા અને રૂપ કી રાની ચોરો કા રાજા જેવી ફિલ્મો માત્ર પૈસાની જરૂરિયાતને લીધે જ કરી હતી. તે સમયે તંગી વધારે હતી તેથી ઘરના દરેક સભ્યોને જે કામ મળતું હતું તે સ્વીકારી લેતા હતા જેથી સંકડામણ ન રહે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here