‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરાવવા એએમસીના હેલ્થ કર્મચારીઓને ઈન્સેન્ટિવ મળશે

0
16
Share
Share

સ્લમ વિસ્તારમાં જઈને તાવ-ઉધરસથી પીડાતા દર્દીઓની સારવાર કરશે ‘ડોક્ટર મિત્ર’

અમદાવાદ,તા.૨૩

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાયેલા પગલાઓની સમીક્ષા કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, જુદા-જુદા ઝોનના ડેપ્યુટી કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉક્ટર મિત્ર યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં, મ્યુનિસિપલના હેલ્થ ખાતાના કર્મચારીઓને દરરોજ ૨૦ લોકો પાસે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનો ઈન્સેન્ટિવ સાથેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

કોરોના સામે જંગ છેડતા કેન્દ્ર સરકારે કોરોનાને ફેલાતા અટકાવવા તેમજ જનજાગૃતિ માટે આરોગ્ય સેતુ નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશન કોરોનાના સંક્રમણને અટકાવા, એક્શન પ્લાન બનાવવા, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવા, પિંક અને અંબર એરિયા સર્વેલન્સમાં ઉપયોગી સાબિત થઈ છે. જેથી એએમસીના હેલ્થ ખાતાના અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓને સર્વેલન્સ દરમિયાન દરરોજ ૨૦ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે પ્રતિ એપ ડાઉનલોડ કરવા પર રૂ.૫ અને ૨૦થી વધુ એપ ડાઉનલોડ કરાવવા પર દર એપ્લિકેશન માટે ૧૦ રૂપિયાનું ઈન્સેન્ટિવ આપવામાં આવશે, તેવી અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ જાહેરાત કરી હતી.

શહેરના કોરોના હવે વિવિધ ઝોનમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જેમાં ખાસ કરીને સ્લમ વિસ્તારના લોકોમાં તેનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે. જેથી તબીબી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ધન્વંતરી રથ સેવા ઉપરાંત ૭૪ ડૉક્ટર મિત્ર ટીમની રચના કરવાની અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ ટીમો સ્લમ વિસ્તારોમાં દરરોજ સાંજે પાંચથી રાતના ૧૦ વાગ્યા સુધી ઘરઆંગણે તબીબી સારવાર આપશે. ડૉક્ટર મિત્ર ટીમમાં ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન, ફાર્માશિસ્ટ અને પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. જેમાં ફિઝિશિયન અને મેડિકલ ઓફિસરને મહિને ૩૦ હજાર તથા ફાર્માશિસ્ટ, લેબ ટેક્નિશિયન અને પેરામેડિકલ સ્ટાફને ૧૦ હજાર પગાર આપવામાં આવશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here