આરોગ્ય સાથે ચેડા વધી રહ્યા છે

0
29
Share
Share

દેશમા હાલમાં ઝડપથી ખાવાપીવાની ટેવ બદલાઇ હરહી છે. જેના કારણે બિમારીઓ વધી રહી છે. આરોગ્ય સાથે પણ સ્વાદના કારણે ચેડા થઇ રહ્યા છે. લાખો લોકો બિમારીના સકંજામાં આવી રહ્યા છે. બદલાઇ રહેલી જીવનશેલીના કારણે દેશભરમાં લોકોની ખાવાપીવાની ટેવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. સરકારી આંકડા આ બાબતના સાક્ષી બની રહ્યા છે કે આશરે ૭૦ ટકા લોકો માંસાહરી અથવો તો નોન વેજિટેરિયન તરીકે છે. હવે ખાવાપીવાની બાબતને પરંપરા અને જાતિ સાથે જોડીને જોઇ શકાય નહી. આશ્ચર્ય એ ચે કે એવા લોકો જેમની ખાવા પીવાની ટેવ બદલાઇ રહી છે તેમને આ અંગેની માહિતી પણ હોતી નથી કે તે ક્યાં પ્રકારના ભોજનની મજા માણી રહ્યા છે. માત્ર સ્વાદના કારણે સારી ચીજ શુ છે તેની જ માહિતી રહી છે. આરોગ્ય માટે કઇ ચીજ ખાવી જોઇએ અને કઇ નહી તેને લઇને તેમની પાસે વધારે માહિતી નથી. કેમ સમાજમાં ફેરફાર થયા અને આરોગ્યની સાથે કઇ રીતે ચેડા થઇ રહ્યા છે તેના પર અમે આજે ચર્ચા કરવા જઇ રહ્યા છીએ. અમારા દેશ અને વિદેશના ભોજનની તુલના કરવામાં આવે તો અમારી માસાંહરી અને શાકાહરીની પરિભાષામાં પણ વ્યાપક અંતર જોવા મળે છે. પરેશાની એ પણ છે કે આવી જ અંતરની સ્થિતી દેશમાં પણ  છે. કેટલાક લોકો ઇંડાને માંસાહરીમાં સામેલ કરે છે તો કેટલાક લોકો ઇંડાને શાકાહારીમાં સામેલ કરે છે. આવી જ રીતે બંગાળમાં બ્રાહ્યણ સમાજના કેટલાક લોકો માછળીને શાકાહાર માનીને તેનો ઉપયોગ કરે છે. આવી સ્થિતીમાં વેજિટેરિયન અને નોન વેજિટેરિયનની જાહેર પરિભાષામાં અંતર હોવાના કારણે પણ આંકડા પર માઠી અસર થઇ જાય છે. ભોજનની ટેવના સંબંધમાં શાકાહરી અને માંસાહરીના સંબંધમાં ભારત સરકાર દ્વારા જે આંકડા જારી કરવામાં આવ્યા છે તેની વાત કરવામાં આવે તો કેટલીક બાબતને લઇને શંકા થાય છે. આંકડા એકત્રિત કરવાની પદ્ધિત અને તેના તારણ કાઢવાને લઇને કોઇ શંકા નથી પરંતુ શંકાનુ કારણ અમારા દેશનુ માળખુ છે. આ જ રચનાના કારણે અમે આ પ્રકારની વાસ્તવિકતા અંગે યોગ્ય માહિતી મેળવી શકતા નથી. કઇ વ્યક્તિ માંસાહરી છે અને કઇ શાકાહરી છે તે અંગે આ રીતે માહિતી મળી શકતી નથી. વર્તમાન સ્થિતી આવી બની ગઇ છે કે અમે કોઇ જાતિ અને સમાજના આધાર પર આ બાબત નક્કી કરી શકાય નહી કે તે ખાસ જાતિના લોકો માંસાહરી અને અથવા તો શાકાહરી રહેશે. સમાજ સ્તરના માટે ખોટી વાત કરવામાં આવે છે. ભારતીય સમાજમાં સામાજિક સ્તર ખુબ જ મહત્વપૂર્ણ છે. અનેક વખત વધારે સારા સમાજ માટે વ્યક્તિ ખોટી વાત કરે છે. દાખલા તરીકે ગુજરાતમાં ક્ષત્રીયને બાદ કરતા અન્ય સવર્ણ જાતિઓના લોકો સામાન્યરીતે માંસાહરી નથી. પરંપરાગત રીતે આ જાતિ માંસાહરી રહી છે. પરંતુહવે તેમની સામાજિક સ્થિતી સુધરી ગઇ હોવાથી તેઓ પોતાના વેજિટેરિયન તરીકે જ જાહેર કરે છે. આવી સ્થિતીમાં વાસ્તવિકતા અંગે માહિતી મેળવી લેવાની બાબત મુશ્કેલરૂપ બની જાય છે. કેટલાક કિસ્સામાં એવુ જાણવા મળ્યુ છે કે કેટલાક પરિવાર પરંપરાની દ્રષ્ટિએ શાકાહરી છે પરંતુ તબીબી કારણોસર તે પરિવારના બાળકને કોઇ નિષ્ણાંત  તબીબ માંસાહાર નહી તો ઇંડાનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આવી સ્થિતીમાં ઇંડાના કારણે સમગ્ર પરિવારને જ માંસાહરી માની લેવામાં આવ છે. આવી જ રીતે કેટલાક પરિવારમાં કેટલાક લોકો એવા પણ હોય છે જે વેજિટેરિયન હોય છે પરંતુ તેના પરિવારમાં અન્ય લોકો નોન વેજિટેરિયન હોવાના કારણે તેની ગણતરી આમાં જ થઇ જાય છે. કેટલીક વખત તો લોકો અજાણ રહેવાના નાટક પણ કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here