આરોગ્ય બચાવ યુઘ્ધનાં યોઘ્ધા બનવા નાગરિકોને રમાબેન માવાણીની હાકલ

0
24
Share
Share

ખાણીપીણીમાં ૯૦% ભેળસેળ થતી હોવાનું ચોંકાવનારૂ તારણ : જનતાનાં આરોગ્ય સાથે ખિલવાડ કયાં સુધી ?

ભેળસેળનાં ભોરીંગને ડામવા રાજકોટ ગ્રાહક સુરક્ષા મંડળ મેદાને…ગામે ગામ ગ્રાહક બચાવ સમિતિ રચાશે

રાજકોટ, તા.૧૯

શહેર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ ખાદ્ય સામગ્રીમાં દિવસેને દિવસે વધતી જતી ભેળસેળની પ્રવૃતિને નાથવાના ઉમદા આશય સાથે શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક બચાવ સમિતિની રચના કરવાનું આયોજન ઘડાઈ રહયું છે.

આ અંગે સંસ્થાની યાદીમાં જણાવાયનુસાર રાજકોટ મનપા દ્વારા થતી ચકાસણીમાં શહરેની મોટી, માતબર હોટલોથી માંડી શેરીના પાણીપુરીવાળા ઉંચી કિંમતે ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો જનતાનાં પેટમાં પધરાવે છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સંસ્થા દ્વારા તાજેતરમાં થયેલ સર્વેના તારણોમાં બહાર આવેલ છે કે ૯૦% ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવે છે. આવી ભેળસેળથી ગ્રાહકોને કેન્સરથી માંડી શરદી, ઉધરસ અને કોરોનાનાં રોગો થાય છે. તંત્ર પાસે સાધનો ટાચા છે. જેથી ભેળસેળ અટકતી નથી. જેથી આપણે સૌ આપણા હક્ક, હિતો માટે જાગૃત થવું જરૂરી છે. માંગ્યા વગર માં પણ પીરસતી નથી, ત્યારે આવા સંજોગોમાં આપણી જાતને બચાવવા આ આહવાનો હિસ્સો અને ભાગ બનવું પડશે. આવી સ્થિતીમાં સમગ્ર રાજકોટ શહેરમાં દરેક વોર્ડ અને લતાઓ, સૌરાષ્ટ્ર-કચ્છના દરેક શહેરો અને દરેક ગામડાઓમાં ગ્રાહક બચાવ સમિતિની રચના કરવાનુ આયોજન કરવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here