આરબીઆઈ પૂર્વ ગવર્નરોએ કેન્દ્ર સરકારની નીતિ જાહેર કરી દીધી કે શું….?

0
30
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

દેશભરમાં કોરોના મહામારી વચ્ચે દગાખોર મિત્રએ ભારત સરહદે ઉબાડીયા કરવા સાથે ભારતના ૨૦ યુવાનોને શહીદ કરવા સામે દેશભરમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠયો અને તે માત્ર દુશ્મન સામે જ નહીં પરંતુ વડાપ્રધાન સામે પણ કારણ કે તેઓએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે આપણે ભૂમિ પર ચીને પ્રવેશ કર્યો નથી… પરંતુ વિદેશી બિઝનેસ સેટેલાઇટ દ્વારા બહાર આવેલ તસવીરોએ ચીનની ભારતીય સરહદમાંની લશ્કરી જમાવટ સહિતની વિગતો જાહેર થતાં દેશભરમાં લોકોમાં ભારે આક્રોશ ફરી વળ્યો. તો વિશ્વના અનેક દેશો ભારત સરકાર સામે શંકાની દૃષ્ટિએ જોવા લાગ્યા. દેશભરમાં લોકોએ ચીની ઉત્પાદનોનો ભારે બહિષ્કાર કર્યો… તેમાં મોટા પ્રમાણમાં માલસામાનની આયાત કરનાર વેપારીએ તેમજ નાના વેપારીઓએ પણ ચાઈના માલ સામાનના ઓર્ડરો રદ કરવા સાથે બહિષ્કાર  કર્યો. લોકોએ સોશિયલ મીડિયા પર ભાજપા રાજનેતાઓને તેમની ૨૦૧૪ ની વાતો યાદ કરાવી એકના બદલે  દશ માથા લાવવાની….. હવે ચીને ભારતના ૨૦ જવાનોને શહીદ કર્યા… હવે શું….? અને ચીનનું નામ લેતા પણ રાજનેતાઓ કેમ ડરે છે….? પ્રજા આક્રોશ સમજીને સરકારે ચીનની ૫૯ એપ પર પ્રતિબંધ મુકી દીધો… તો લોકોના સોશ્યલ મીડિયા પર સવાલ ઊઠ્યા ૪૦ જવાનો કાશ્મીર શહીદ થયા તેમા ૩૦૦ કિલો આરડીએક્સ ભરેલી કાર ક્યાંથી આવી અને તેના ગુનેગાર કેમ નથી પકડાયા….? કેન્દ્ર સરકારે- ગૃહમંત્રીએ મોટી ગુલબાંગો મારી હતી….. તો શું ચીને કરેલા ૨૦ શહીદોનો બદલો ચીની એપ પર પાબંધી કરવાથી લીધો….? ફરીવાર સરકારે તાજેતરમાં દેશ માટે જોખમરૂપ એવી ચીનની ૪૭ એપ પર પ્રતિબંધ ફરમાવતા લોકોએ મીડિયા પર શહીદોને યાદ કર્યા……આરબીઆઈના  પૂર્વ ગવર્નરો રાજનની  કેન્દ્ર સરકારને સલાહ આપે ચેતવણી,ઉર્જીત પટેલે બહાર પાડેલી સરકારની પોલ, પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ જાહેર કરેલ પુસ્તકમાં કેન્દ્રની ભાજપા સરકારની નીતિ ખુલ્લી પાડવા સાથે કેન્દ્ર સરકારને પ્રજા વચ્ચે લાવીને મૂકી દીધી છે…. ત્યારે શિક્ષિત યુવાધન, બૈરોજગારો સહિતના જાગૃત લોકો સવાલ કરે છે કે પ્રજાને ૨૦૧૪ માં ભાજપાના નેતાઓએ જે વચનો આપ્યા હતા તેના પર વિશ્વાસ મૂકી લોકોએ  થોકબંધ મત આપી ભાજપા સરકાર બનાવી… ત્યારબાદ ચૂંટણી સમયમા આપેલ વચનો ખૂણામા ધકેલાઈ ગયા છે….! તો હવે નોકરી મળવાના ફાફા છે, રોજગારી ભયાનક વધી છે, મોંઘવારીએ માઝા મૂકી છે, પેટ્રોલ-ડીઝલના ભાવો પણ આસમાને પહોંચ્યા છે… આમ પ્રજા પરેશાન છે-ત્રસ્ત છે…. રાહત કે શાંતિનું નામોનિશાન નથી….! સરકારે જે પગલાં લીધા તે તમામ પગલા આમ પ્રજાને-કોમન મેન માટે નુકસાન કરતાં જ લીધા છે….!? બસ હવે ઘણું થયું… દેશ નહીં બિકને દૂંગા એ તમારું વચન યાદ છે કે પછી….!??આવા અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે….!

“ગુજરાતમાં નવનિયુક્ત ભાજપા પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રથમવાર ધડાકાભેર કહ્યું કે મારે પક્ષપલટુઓની જરૂર નથી. ભાજપા કાર્યકરો પોતાના દમ પર ચૂંટણી જીતી બતાવશે. કોંગ્રેસ માટે પ્રવેશ દ્વાર બંધ છે. અને પાટીલજીની આ વાતે આમ પ્રજામાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે… તો સોશિયલ મીડિયા પર પણ મારો ચાલુ રહ્યો છે….! જેમાં ભાજપાની સરકારમાં મંત્રી પદે કોંગ્રેસમાંથી ભાજપામાં આવેલા છે…તેમજ  કેટલા  ધારાસભ્યો અગત્યના પદો કે સ્થાનો ઉપર બિરાજી રહ્યાં છે…? અત્યારે ગુજરાતમાં કોંગ્રેસ યુક્ત ભાજપા સરકાર છે તે યાદ રાખજો. અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડનારાઓને ભાજપમાં પ્રવેશ આપી તેમજ પેટા ચૂંટણીમાં તેમને ભાજપના ઉમેદવાર નક્કી કરવાના છો… ત્યારે શું જુના ભાજપના કાર્યકરોએ એક સમયે ભાજપા માટે એલ ફેલ બોલનારાઓને જ ખભે બેસાડવાના કે તેમની પાલખી ઉપાડવાની છે…..? ભાજપમાં હવે આ બાબતે આંતરિક વિરોધ પરાકાષ્ઠા છે….! તો પાટીલજી પહેલા તેનો નિકાલ કરો નહિ તો તમારું બોલેલુ હવાઈ જશે તે નક્કી છે…..!!  રાજકીય ક્ષેત્રે અને જાગૃત તથા શિક્ષિત લોકોમાં રાજસ્થાન ગેહલોત સરકાર ઉથલાવવાના જે ખેલ ચાલી રહ્યા છે તેના અંગે વધુ ચર્ચા છે… કારણ ભાજપા રાજનેતાઓ દેશમાં વિરોધ કરનારાઓ રહેવાથી ન જોઈએ તેવી નીતિથી ચાલી રહ્યા છે….! પહેલા મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારને પાડી દીધી. અને પછી વડાપ્રધાનશ્રીએ જે મુખ્યમંત્રી ગેહલોતના કોરોના નાથવા લીધેલા પગલાંની ભરપૂર વખાણ કરી તે મોડેલ અપનાવવા અન્ય રાજ્યોની સરકારોને સલાહ આપી તે રાજસ્થાનની કોંગ્રેસની ગેહલોત સરકારને જ ઘરભેગી કરવાનો ખેલ પાડી દેવામાં આવ્યો….પરંતુ એક સમયે ગેહલોતજીએ  ટંડન સરકારને પડવા દીધી ન હતી. તેનો ઇતિહાસ યાદ નેતાઓએ જોઈ લેવાની જરૂર છે….! બાકી ગેહલોત સરકારને આંચ નહી આવે તેવું રાજસ્થાનના નેતાઓ અને રાજનેતાઓએ સ્વીકારીને મૌન ધારણ કરી લીધું છે….! પણ એક વાત ચોક્કસ છે કે લોકશાહી ટકાવવા મજબૂત વિરોધ પક્ષ અતિ જરૂરી છે….આવશ્યક છે નહી તો….   સામ્રાજ્યવાદ આવતા કોઇ રોકી નહીં શકે…..!?

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here