આરટીઆઇનુ કદ સતત વધી રહ્યુ છે

0
27
Share
Share

આરટીઆઇ એટલે કે સુચના અધિકાર. લોકશાહી માટે જરૂરી બાબત એ છેકે પ્રજા સુધી તમામ પ્રકારની બાબતો સરળ રીતે પહોંચે. સરકારી કામકાજમાં પારદર્શિતા આવે તે જરૂરી છે. મજબુત લોકશાહીમાં સરકારના તમામ કામ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. હાલના વર્ષોમાં સરકાર દ્વારા આને લઇને વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આરટીઆઇનુ કદ વધી રહ્યુ છે. જેના કારણે તમામ બાબતો વધારે સાફ રીતે દેખાનાર છે. કેટલાક નવા નિર્ણય કરવામાં આવી રહ્યા છે. જે સંકેત આપે છે કે હવે લોકોને વધારે રાહત થનાર છે. સરકારી મદદ મેળવી રહેલા એનજીઓ અને ખાનગી હોસ્ટિપલો પણ હદમાં આવી ગયા છે. લોકોને તેમના દ્વારા ચૂંટી કાઢવામાં આવેલી સરકારના દરેક કામનો હિસાબ મળે તે ખુબ જરૂરી છે. જો કે સરકારનુ ચારિત્ર્‌ય જ એવુ હોય છે કે કેટલાક કામોને સરકારને છુપાવવા માટેની ફરજ પડે છે. તમામ બાબતો એવી હોતી નથી જેવી બાબતોને સંસ્થાઓ જાહેર કરવા માટે ઇચ્છુક હોય છે. આજે સ્થિતી એ છે કે સરકારી સંસ્થાઓ પણ માહિતીને વધારે છુપાવવા માટે પ્રયાસ કરે છે. બિન સરકારી સંસ્થાઓની પાસે તર્ક એ હોય છે કે તે પૃથક કમ છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ હતુ કે સરકાર પાસેથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહાયતા મેળવવનાર તમામ એનજીઓ અને ખાનગી હોસ્પિટલો તેમજ સ્કુલો પણ આરટીઆઇની હદમાં આવી જશે. લોકોને આ બાબતની માહિતી તો મળવી જ જોઇએ કે તેમના પૈસાનો કઇ રીતે અને ક્યાં ઉપયોગ કરવામા આવી રહ્યો છે. જો કે આને લાગુ કરવાની બાબત ચોક્કસપણે એક મોટા પડકાર તરીકે છે. ચુકાદામાં કહેવામાં આવ્યુ છે કે આરટીઆઇ કાનુન હેઠળ બિન સરકારી સંસ્થાઓ અને સંગઠનો આવે છે. આ કાનુન હેઠળ એવા સંગઠનો અને સંસ્થાઓ આવે છે જેને સરકારની પાસેથી કોઇ પણ રીતે સહાય મળે છે. મોટી આર્થિક સહાયનો અર્થ ૫૦ ટકા સાથે નથી. તેમાં કોઇ નિયમ નક્કી કરવામા ંઆવ્યા નથી. હોસ્પિટલ, શેક્ષણિક સંસ્થાઓને મફત અથવા તો રાહત પર જમીન આપવામાં આવે છે. આરટીઆઇની હદમાં આવનાર સંસ્થાઓ પબ્લિક ઓથોરિટી તરીકે ગણાશે. ચુકાદામાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે એનજીઓ અને અન્ય સંસ્થાઓને મદદની રૂપરેખા દરેક હિસાબના તથ્યોના આધાર પર આધારિત રહેશે. સુપ્રીમ કોર્ટે મોટી આર્થિક મદદ અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે કોઇ એનજીઓની મુડી ૧૦૦૦૦ રૂપિયા છે અને તેને ૫૦૦૦ રૂપિા માટેની ગ્રાન્ટ મળે છે તો તેને મોટી સરકારી મદદ તરીકે ગણવામાં આવશે નહી. પરંતુ જો કોઇ સંસ્થા અને એનજીઓ કરોડોની ગ્રાન્ટ મેળવે છે તો તેઓ ૫૦ ટકા કરતા ઓછી પણ હોય તો તેને મોટી આર્થિક મદદ તરીકે ગણાશે. સુધારા બિલમાં કેટલીક બાબતોને વધારે સ્પષ્ટ કરવામાં આવે છે. સુધારા બિલ હેઠળ હવે કેન્દ્રિય અને રાજ્ય સુચના કમીશનરોની સેવા શરતો હવે કેન્દ્ર સરકાર  દ્વારા નક્કી કરવામાં આવનાર છે.સાથે સાથે સુના કમીશનરોને આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના જજ બરોબરના દરજ્જાને ખતમ કરી દેવામાં આવનાર છે. આરટીઆઇમાં ૯૦ ટકા મામલમાં સરકાર પાસેથી સુચના લઇને લોકોને આપવામાં આવે છે. સુધારવામાં આવેલા કાનુન બાદ સરકારોને  કમીશનરોની સેવા શરતો નક્કી કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આવી સ્થિતીમાં સ્વતંત્રતામાં કમી આવનાર છે.  કેન્દ્રિય સુચના આોગ આવી વ્યવસ્થા આપે છે. જો કે સંસ્થાઓનુ વલણઁ લટકાવી દેવા માટેનુ રહેલુ છે. આ સંસ્થાઓ સામાન્ય રીતે કોર્ટમાંથી સ્ટે લઇને આવી જાય છે. સુધારા બિલને લઇને સામાન્ય લોકોમાં ભારે ચર્ચા છે. આના કારણે તમામ બાબતોને વધુ પારદર્શી રીતે લોકો જોઇ શકે છે.

સરકારના કામકાજના હિસાબો લોકોને મળતા  રહેશે. આવી સ્થિતીમાં સરકારને પણ લોકો પ્રત્યે  તેમની જવાબદારીને વધારે સરળ રીતે અદા કરવાની જરૂર છે.

આ ચીજો આરટીઆઇમાં નથી

આરટીઆઇના વધતા જતા નેટવર્કના કારણે કેટલીક બાબતો વધારે સ્પષ્ટ થનાર છે. લોકશાહી વ્યવસ્થામાં આ તમામ બાબતો ખુબ જરૂરી છે. સીઆઇસીના ૨૦૧૩ના ચુકાદામાં આરટીાઇની હદમાં રાજકીય પક્ષો આવે છે. જો કે વર્ષ ૨૦૧૮માં ચૂંટણી પંચે આને ફગાવી દેતા વધારે દુવિધા ઉભી થઇ હતી. મોટા ભાગના રાજકીય પક્ષો આરટીઆઇની હદમાં આવવા માટે તૈયાર નથી. આવી જ રીતે ક્રિકેટની ટોપની સંસ્થા બીસીસીઆઇને પણ લાંબા સમયથી આરટીઆઇની જાળમાં લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ તેમાં સફળતા મળી નથી. સરકાર તરફથી લાંબા સમયથી કોઇ વલણ નક્કી કરવામાં આવ્યુ નથી. પોતાને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની સંસ્થા પબ્લિક ઓથોરિટી તરીકે ગણતી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here