આરજેડીએ અનુશાસનહીનતાના આરોપમાં ૨૩ નેતાઓને ૬ વર્ષ માટે કર્યાં સસ્પેન્ડ

0
26
Share
Share

પટના,તા.૨૬

આરજેડીએ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ અને અનુશાસનહીનતાના આરોપમાં પોતાના ૨૩ સદસ્યો સામે કાર્યવાહી કરી છે. પાર્ટીના ૨૩ સદસ્યોને ૬ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પ્રદેશ રાજદ કાર્યાલય સચિવ ચંદ્રેશ્વર પ્રસાદ સિંહના હસ્તાક્ષરર દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર અનુસાર આ કાર્યવાહી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહના આદેશ બાદ કરાઈ છે.

પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર અનુસાર બક્સર જિલ્લા રાષ્ટ્રીય જનતા દળ અધ્યક્ષ શેષનાથ સિંહને અનુશંસાના આલોકમાં પપ્પુ યાદવ, શ્રીકાંત યાદવ, છેજીલાલ રામ, લાલુબાબુ યાદવ, મોહમ્મદ હસન અંસારી, દેવેન્દ્ર યાદવ, મુખ્તાર યાદવ, મોહિત યાદવ રાજદ પાર્ટી તથા ગઠબંધનના અધિકૃત ઉમેદવારોના વિરોધમાં ચૂંટણી લડવા તથા દળ વિરોધી ગતિવિધિઓમાં શામેલ રહેવાના કારણે પદ અને પ્રાથમિક સદસ્યતાથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે.

બાંકા જિલ્લાના રાષ્ટ્રીય અધ્યક્ષ અર્જુન ઠાકુરની અનુશંસાના આલોકમાં અબ્દુલ હસીમ જિલ્લા ઉપાધ્યક્ષ, મોહમ્મદ જફર ઉલ હુદા પ્રદેશ ઉપાધ્યક્ષ અલ્પસંખ્યક પ્રકોષ્ઠ, પૂર્વ ઉમેદવા નિશા શાલિનિ ઉપાધ્યક્ષ અનુસુચિત જાતિ જનજાતિ પ્રકોષ્ઠ, અનિરૂદ્ધ ભગત જિલ્લા સચિવ, રોહિત રાજ શર્મા, ખુશ્બુ શર્મા સક્રીય કાર્યકર્તાને પાર્તી તથા ગઠબંધના અધિકૃત ઉમેદવારો વિરોધિ દળ ગતિવિધિઓમાં શામેલ રહેવાના કારણે પદ અને પ્રાથમિક સદસ્યાતાથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here