આરએલએસપી સુપ્રિમો ઉપેન્દ્ર કુશવાહની એનડીએમાં વાપસી થવાની શક્યતા

0
26
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૩

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આરએલએસપી લીડર ઉપેંદ્ર કુશવાહની એનડીએમાં વાપસી થઇ શકે છે. સૂત્રોના હવાલેથી સમાચાર છે કે કુશવાહાની વાપસીને લઇને વાત થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી પહેલાં કુશવાહા એનડીએથી અલગ થઇ ગયા હતા.

સુબામાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ નથી. પરંતુ કમિશનની ટીમ પહોંચતાં પહેલાં જ એનડીએમાં સામેલ સીટ શેરીંગને લઇને એક્ટિવ થઇ ગયા હતા.

સૂત્રોના અનુસાર આરએલએસપી જલદી જ એનડીએમાં સામેલ થઇ શકે છે અને અંદરખાને તે સંબંધિત તમામ મુદ્દાઓ પર સહમતિ બની ચૂકી છે. અને બસ થોડા દિવસોમાં ઔપચારિક જાહેરાત થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપેન્દ્ર કુશવાહએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન એનડીએનો સાથે છોડીને મહાગઠબંધનના હમસફર બનવાની રાહ પસંદ કરી હતી. આ દરમિયાન તેમણે બિહાર સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here