આરંભડા ગામે ગાંજાનો ૪૫૦ ગ્રામનાં જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેતી એસઓજી

0
24
Share
Share

મીઠાપુર,તા.૧૮,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી નશાકારક ચીજ વસ્તુઓની બંદીને નેસ્તનાબુદ કરવા સારુ તથા યુવાધનને નશો બચાવવા સારુ જિલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોષી તરફથી મળેલ સુચના મુજબ જે.એમ.પટેલ , પોલીસ ઈન્સપેકટર , એસ.ઓ.જી. તથા સાથે એ.એસ.આઈ. ભીખાભાઈ સવાણી , પોલીસ હેડ કોન્સ .અશોકભાઈ સવાણી જિવાભાઈ ગોજીયા , હરપાલસિંહ જાડેજા , હરદેવસિંહ જાડેજા , ઈરફાનભાઈ ખીરા , પો.કોન્સ.રોહીતભાઈ થાનકી , એ.એસ.આઈલખમણભાઈ આંબલીયા સ્ટાફના માણસો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાકારક ચીજ વસ્તુઓ / પદાર્થના ને નેસ્ત નાબુદ કરવા સારુ સતત પ્રયત્ન શીલ હોય દરમ્યાન ગઈકાલ તારીખ .૧૭ / ૦૮ / ૨૦૨૦ ના પોલીસ હેડ કોન્સ.અશોકભાઈ સવાણી તથા જિવાભાઈ ગોજીયાને સંયુક્ત રીતે વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ છે કે , ( ૧ ) હુશેન અબ્દુલભાઈ સંઘાર રહે.આરંભડા , વિધા જ્યોતિ સ્કુલની સામે વાળ તથા તેની સાથે ( ૨ ) સુરેશભાઈ નિલેશભાઈ ચંદારાણા રહે.આરંભડા , આવળ માતાજીના મંદિરની બાજુમાં વાળા બંન્ને સાથે મળીને આરંભડા , વિધા જ્યોતિ સ્કુલની સામે આવેલ આબેડકર સોસાયટીમાં હુશેનભાઈએ ભાડેથી રાખેલ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજા જેવો માદક પદાર્થ રાખીને માદક પદાર્થ ગાંજાનું છુટક વેચાણ કરે છે જેથી પોલીસ ઈન્સપેકટર જે.એમ.પટેલ ે મળેલ હકિક્તની નિયમોનુસાર ઉપરી અધિકારીને જાણ કરી અલગ અલગ ટીમ બનાવી પંચો સાથે હકિક્ત વાળી જગ્યાએ રેઈડ કરી મજકુર આરોપીઓ ( ૧ ) હુશેનભાઈ ઉ.વ .૩૭ ધંધો.રિક્ષા ડ્રાઈવિંગ રહે.હાલ આરંભડા ગામની સીમ , આંખની હોસ્પિટલ રોડ , વિદ્યા જ્યોત સ્કુલની સામે , આંબેડકર સોસાયટી તા.દ્વારકા જિ.દેવભૂમિ દ્વારકાવાળાના કન્જા ભોગવટાના રહેણાંક મકાનેથી તથા ( સુરજ ઉર્ફે સુરેશભાઈ નીલેશભાઈ ચંદારાણા જાતે.લોહાણા ઉ.વ .૨૧ ધંધો રીક્ષા ડ્રાઈવિંગ રહે.આંખની હોસ્પિટલ રોડ , આંબેડકર સોસાયટી , આવળ માતાજીના મંદિરની બાજુમાં , આરંભડા તા.દ્વારકાવાળાના કબ્બામાંથી ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રાખેલ માદક પદાર્થ ગાંજો ૪૫૩ / -ગ્રામ મળી આવતા મજકુર ઈસમ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી એન.પી.એસ. એક્ટ કલમ ( સી ) , ૨૦ ( બી ) , ૨૯ મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી માટે મીઠાપુર પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે .

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here