આયુષનુ કદ હજારો કરોડમાં

0
7
Share
Share

હર્બલ દવાઓની નિકાસ હજારો કરોડમાં પહોંચી છે

માત્ર ભારત જ નહી બલ્કે વિશ્વના દેશોમાં હવે આયુર્વેદ, યુનાની, હોમિયોપેથી માર્કેટનુ કદ સતત વધી રહ્યું છે. આવનાર દિવસોમાં આ ક્ષેત્રનુ માર્કેટ કદ અનેક ગણુ વધી શકે છે. વિશ્વમાં પરંપરાગત હેલ્થકેરના મામલે ભારત સૌથી મોટા કેન્દ્ર તરીકે છે. પરંપરાગત હેલ્થકેરમાં સૌથી લાંબુ નેટવર્ક ભારત ધરાવે છે. કોરોના વાયરસના કાળ દરિયાન આયુષમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ હવે લોકો દરરોજ કરી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં બલ્કે દુનિયાના દેશોમાં આયુષ મંત્રાલયની વેબસાઇટ પર મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. કોવિડ-૧૯ના ફેલાવાના સંબંધમાં સમગ્ર વિશ્વમાં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી દેવાની વાત થઇ રહી છે. અમે તમામ સારી રીતે જાણીએ છીએ કે પ્રવેન્શન ઇઝ બેટરધેન ક્યોર. હાલમાં કોરોનાની કોઇ દવા નથી, જૈેથી રોગને રોકવા માટે પગલા લેવામાં આવે તે જરૂરી છે. હેપ્પી લાઇફ માટે આયુર્વેદમાં અનેક પગલા દર્શાવવામાં આવ્યા છે. હર્બલ ડ્રગ અથવા તો હર્બલ દવાની માંગ સતત વધી રહી છે. આની માંગ વધવા માટેનુ કારણ એ છે કે તેની કોઇ પણ આડ અસર થતી નથી. સાથે સાથે ઉપયોગ કરવામાં પણ સરળ દવા છે. સિન્થેટિક દવાના લાંબા ગાળા અને ટુંકા ગાળામાં પણ આડ અસર અથવા તો સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા વધારે છે. વિશાળ ઇતિહાસ પણ ભારત આની પાછળ ધરાવે છે. ભારતના હર્બલ પેદાશો મેળવવા માટેના ટોપ ૧૦ દેશોમાં અમેરિકા ટોપ પર છે. વર્ષ ૨૦૦૭-૦૮ બાદથી દર વર્ષે અમેરિકા દ્વારા દર વર્ષે ૨૦૨ કરોડની કિંમતની હર્બલ દવા આયાત કરવામાં આવે છે. પર્સનલ આરોગ્યની તકલીફને દુર કરવા માટે ૪૨ ટકા લોકો આ દવાનો ઉપયોગ કરી રહ્યા છે. નવા સર્વે મુજબ અમેરિકામાં દરેક ૧૦ વ્યક્તિ પૈકી ચાર અલ્ટરનેટિવ મેડીસીનનો ઉપયોગ કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૯માં આયુશ માટે માર્કેટ ૮૦૦૦ કરોડ સુધી હતુ. હવે આયુશનુ માર્કેટ કદ અનેક ગણુ વધી ચુક્યું છે. વર્ષ ૨૦૦૫-૦૬માં આવી પ્રોડક્ટસની નિકાસ ૬૧૭.૮૭ કરોડ હતી. જે વધીને હવે ૧૬૨૫૦ કરોડ સુધી પહોંચી ગઇ છે. આયુષનુ માર્કેટ કદ વધુ  રેકોર્ડ ગતિથી વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. કોરોનાકાળમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારી દેવા માટે તમામ લોકો આયુષનો સંપર્ક કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here