આયુર્વેદ યુનિવર્સિટીમા આવતીકાલે પ્રધાનમંત્રીશ્રી કરશે લોકાર્પણ- રાષ્ટ્રકક્ષાના યોજાનાર કાર્યક્રમની વ્યવસ્થાની સમીક્ષા કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ

0
24
Share
Share

જામનગર,તા.૧૨

જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્સ્ટીટ્યુટ ઓફ ટિચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સેન્ટરનુ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી  તારીખ ૧૩ ને શુક્રવારે ઓનલાઇન લોકાર્પણ કરવાના છે ત્યારે આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે મુલાકાત લઇ તમામ આયોજન નુ ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે નિરીક્ષણ કરી વ્યવસ્થા નિહાળી હતી

નરેન્દ્રભાઇ મોદી  જામનગર સ્થિત ‘‘ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી‘‘ ને,વિડીયો કોન્ફરન્સીંગથી, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇમ્પોટર્ન્સ ઘોષીત કરવાના છે, અને ઈં્વઅ સેન્ટર ખુલ્લુ મુકવાના છે આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજી,માન.મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીજી,નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ અહી ઉપસ્થિત રહેવાના હોઇ, તે અંતર્ગત યુનિ. કેમ્પસમા કરવામા આવેલી તૈયારીઓનુ તેમજ વ્યવસ્થાનું, કેન્દ્રીય આયુષ મંત્રાલયના સચિવ  કોટેચા,કુલપતિ શ્રી ઠાકર સહિતના અધીકારીઓ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય  પૂનમબેન માડમ એ નિરીક્ષણ કરી,સમગ્ર આયોજનની સમીક્ષા કરી હતી

જામનગર તેમજ આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળવા અંગે આ તકે સંસદસભ્ય  પૂનમબેન માડમે  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો છે તેમજ જામનગર આ રીતે રાષ્ટ્ર અને વિશ્વકક્ષાએ ઝળહળનારુ હોઇ સૌ નગરજનો તેમજ યુનિવર્સિટીના સૌ અધીકારીઓ સંશોધકો અધ્યાપકો   વિદ્યાર્થીઓ સૌ ને અભિનંદન પાઠવ્યા છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here