આયુર્વેદમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો

0
29
Share
Share

’કોરોના’નું સંક્રમણ જ્યારે સમગ્ર વિશ્વમાં પેન્ડેમિક રૂપ ધારણ કરીને લોકોને ગભરાવી રહ્યું છે. અને ભારતમાં પણ આના કેસ વધી રહ્યા છે. વળી આ રોગ સામે લડવા માટે જ્યારે કોઈ રસી પણ શોધાઈ નથી ત્યારે આ મહામારીમાંથી બચવા માટે આપણી પોતાની રોગપ્રતિકારક શક્તિ જ આપણને મદદરૂપ થઈ શકે છે.હવા, પાણી અને ખોરાક એક સમાન હોવા છતાં ઘરના ૪ વ્યક્તિઓમાંથી ૩ને આ વાયરસનું સંક્રમણ ન થાય અને ૧ વ્યક્તિને થાય તેમાં તેની પોતાની જ રોગપ્રતિકારક શક્તિ કામ કરી રહી છે.રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદમાં ઘણાં ઉપાયો બતાવવામાં આવ્યાં છે. આ રોગના વાયરસ કે જે સજીવ પણ નથી અને નિર્જીવ પણ નથી પરંતુ જ્યારે આ વાઈરસ માનવ શરીરની અંદર દાખલ થાય છે, ત્યારે તે ખૂબ પ્રભાવશાળી બની જાય છે. શરીરની બહાર તે એટલા શક્તિશાળી હોતા નથી પરંતુ જેવા આપણા શરીરની અંદર દાખલ થાય છે, તેવા આપણા શરીરની અંદર રહેલા કોષોને તે તોડવાનું કામ ચાલુ કરી દે છે. અને પોતાની પ્રતિકૃતિરૂપે અનેક વાયરસ ઉત્પન્ન કરવા લાગે છે, અને સમગ્ર શરીર આનાથી સંક્રમિત થઈ જાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદમાં જે-જે ઉપાયો બતાવ્યાં છે તે આજે હું અહીં બતાવવા જઈ રહી છું. જેમાં,સૌ પ્રથમ ગરમ પાણી પીવાનાં આગ્રહ હંમેશા રાખો જેથી શરીરમાં કફનો નાશ થશે.પ્રાણાયામ-કપાલભાતિ-ધ્યાન-યોગ વગેરે ઓછામાં ઓછું ૩૦ મિનિટ સુધી કરો.ખોરાકમાં લસણ, હળદર, ધાણા, જીરૂં, ફુદીનો, આદુ, અજમો વગેરેનો વધારે ઉપયોગ કરો.ચ્યવનપ્રાશ દરરોજ ૧૦ ગ્રામની માત્રામાં લઈ શકાય છે જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે સુગરફ્રી સ્યવનપ્રાશ લેવું.સૂંઠ, મરી, પીપર, તુલસી, અરડુસી, હળદર અને ગોળ આ દ્રવ્યોને ૧ ગ્લાસ પાણીમાં ઉકાળી તેનો ઉકાળો દરરોજ સવારે ર૦ મીલીની માત્રામાં વયસ્ક લોકોએ લેવો જોઈએ. ડાયાબિટીસવાળા દર્દીએ ગોળનો ઉપયોગ કરવો નહીં.

સૂંઠ, મરી, તજ, તુલસી અને મુનક્કા દ્વાક્ષનો ઉકાળો બનાવી તેને હર્બલ-ટી તરીકે દરરોજ સવારે લઈ શકાય છે.ઘરની બહાર નીકળતી વખતે વલોણાના ગાયના ઘી કે તલના તેલના ર-ર ટીપા બંને નાકમાં નાખવાથી નાકની શ્લોમકલા કોેટેડ થઈ જાય છે અને કોઈપણ જાતના વાયરસનું સીધું સંક્રમણ નાસા દ્વારા થતું અટકે છે.અત્યારે સાદુ દૂધ લેવાના બદલે સુખોષ્ણ ૧ ગ્લાસ દૂધમાં ૧/ર ચમચી હળદર લઈને જો લેવામાં આવે તો સારું પરિણામ મળે છે.આ ઉપરાંત ૧ ચમચી તલનું તેલ મોઢામાં ફેરવી દઈ તેના કોગળા કરી નાખવા ત્યારબાદ તુરંત સુખોષ્ણ જળ પણ મોઢામાં લઈ કોગળા કરી નાખવું.

સામાન્ય કફ થયો હોય તો અજમો અને ફુદીનો ગરમ પાણીમાં નાખી તેની વરાળ શ્વાસમાં લેવી.ગળામાં ખારાશ લાગતી હોય તો હળદર અને મીઠાના સુખોષ્ણ પાણીનાં કોગળા દિવસમાં ર વાર કરવા.સામાન્ય કફમાં લવિંગનું ચૂર્ણ ર ગ્રામની માત્રામાં લઈ મધ સાથે ચાટવું.સૂંઠ, મરી અની પીપરનો પાઉડર કે જે ત્રિકટુ ના નામે ઓળખાય છે. તેને કોઈપણ વયસ્ક વ્યક્તિ ર ગ્રામની માત્રામાં મધ સાથે લઈ શકે છે. જેથી કફનાં દોષોનો નાશ થજાય છે.અરડુસી અને તુલસીનાં પાનનો તાજો રસ ૧-૧ ચમચી સવાર-સાંજ લેવો જોઈએ.આમળામાં વિટામીન-સી પુષ્કળ પ્રમાણમાં હોઈ આમળાનું ચૂર્ણ ૧-૧ ચમચી સવાર-સાંજ લઈ શકાય છે.લીમડાની ગળોનાં આંગળી જેટલા ટુકડા કરી, તેને કુટી રાત્રે ર૦૦ મીલી પલાળી દેવું. અને સવારે ચોથા ભાગે તેને ઉકાળી તે ઉકાળો સવારે ભૂખ્યા પેટે લેવો.ગળોમાંથી બનાવેલી ગળો ઘનવટી ર-ર ગોળી સવાર-સાંજ નિષ્ણાતની સલાહમાં રહીને લઈ શકાય છે.ઉપરના પ્રયોગોની સાથે -સાથે કફ વધે નહીં તેવી જીવનશૈલી (વિહાર) પણ ખૂબ જરૂરી છે જેમાં,

૧.  સૂર્યોદય પહેલા ઉઠી જવું.

ર.  રાત્રે ખોટા ઉજાગરા ન કરવા.

૩.  સવાર-સાંજ ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો.

૪. તલના તેલથી દરરોજ સવારે અડધો કલાક શરીર પર માલિશ કરવું.

પ.  આયુર્વેદ મુજબ તમામ રોગો નવાન્નથી થાય છે જેથી ઘઉં, ચોખા વગેરે ૧ વર્ષ જૂના હોય તેવા જ વાપરવા જોઈએ.

૬.  હંમેશા હલકું, સુપાચ્ય અને ગરમ-ગરમ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો.

૭.  દહીં, છાશ, લસ્સી, આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ, મિઠાઈ, વિરુદ્ધ આહાર, બેકરીની આઈટમો, આથાવાળી ચીજો વગેરેનો અત્યારે બિલકુલ ત્યાગ કરવો.

૮.  નવાન્નનો અત્યારે વપરાશ ન કરતા ઘઉં, ચોખા વગેરે ધાન્ય ૧ વર્ષ જૂના જ વાપરવા.

૯. ઓર્ગેનીક ફૂડ- એટલે કે જંતુનાશક રહિત ખોરાક અને ધાન્યનો ઉપયોગ કરવો જોઈએ.

૧૦. ખાવામાં તલનું તેલ-મગફળીનું તેલ બેસ્ટ છે.

૧૧. ઉનાળો હોવા છતાં દરરોજ ર વાર ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ.

૧ર. લસણ, લીંડીપીપર, સુવા જેવા દ્વવ્યોની ધૂમવર્તિ બનાવી તેનો ધુમાડો નાસા વાટે લઈ મોં વાટે બહાર કાઢવાનો હોય છે.

૧૩. તલનાં તેલ કે નાળિયેરના તેલને ૧ ચમચીની માત્રામાં મોઢામાં લઈ સમગ્ર મોંમાં તેને ફેરવી દેવું પછી થૂંકી નાખવું અને પછી સુપોષણજળના કોગળા કરવા.

૧૪. અજમા અને ફુદીનાને ઉકાળતાં પાણીમાં નાખી તેની વરાળનો નાસ કરવો.

૧પ. જો સૂકી ખાંસી આવતી હોય તો લવિંગનું ચૂર્ણ ર ગ્રામની માત્રામાં લઈ તેને સવાર-સાંજ મધ સાથે ચાટવું જોઈએ.

૧૬. ત્રિકટુનું ચૂર્ણ ર ગ્રામની માત્રામાં સવાર-સાંજ મધ સાથે લઈ શકાય છે.

૧૭. તુલસી અને અરડુસીનાં તાજા પાનનો રસ ર ચમચી મધ સાથે સવાર-સાંજ લેવો. ડાયાબિટીસવાળાએ મધ વાપરવું નહીં.

૧૮. ગળોના કાંડના આંગળી જેટલા ટુકડા કરી તેની ફુટી ર૦૦ મીલી પાણીમાં પલાળી તે પાણીને સવારે ચોથા ભાગે ઉકાળવું અને ગાળીને પી લેવું.

૧૯. સંશમની વટી ર-ર ગોળી સવાર-સાંજ ૭ દિવસ સુધી વૈદ્ય કે નિષ્ણાંતની સલાહમાં રહીને લઈ શકાય છે.

ઉપરોક્ત પ્રયોગો રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને મહામારી વખતે કે જનપદોધ્વંસ વખતે કોઈપણ પ્રકારનાં વાયરસ સામે સુરક્ષા કવચ જેવું કામ કરે છે છતાં વધારે શંકાસ્પદ લક્ષણો જણાય તો સરકારી હોસ્પીટલમાં ડૉક્ટરનો સંપર્ક અવશ્ય કરવો  જોઈએ. ત્રિકટુ ચૂર્ણ ૨ ગ્રામની માત્રામાં મધ સાથે ચાટવાથી પણ રોગથી બચી શકાય છે.સંશમની વટી ૨-૨ ગોળી સવાર-સાંજ હુંફાળા પાણી સાથે લેવી જોઇએ.

જો તાવ આવતો હોય તો મહાસુદર્શન ઘનવટીની ગોળી સવાર-સાંજ લેવી. મહાસુદર્શન ચૂર્ણનો ઉકાળો બનાવીને સવાર-સાંજ લેવાથી જ્વર-તાવ સામે રક્ષણ મળે છે, ઇમ્યુનીટી પણ વધે છે.

શરદી થઇ હોય તો મહાલક્ષ્મીવિલાસ રસની ૧-૧ ગોળી સવાર-સાંજ લેવી જોઇએ.

આવી મહામારીના સમયે પાણી પુષ્કળ પીવું જોઇએ. શક્ય હોય તો સૂંઠ ને ઉકાળી તે પાણીને ઠંડુ પાડી તેના બાટલા ભરી લેવા જોઇએ.

નાકમાં ગાયનું ઘી કે તલનાં તેલનાં ૪-૪ ટીપાં સવાર-સાંજ નાખવા જોઇએ.

ઔષધયુક્ત ધૂમવર્તિ કે જેમાં નાક વાટે ધૂમાડો અંદર લઇ મોં દ્વારા બહાર કાઢવાનો હોય છે. તેનાથી શરીર કોઈપણ વાયરસથી સંક્રમિત થતું નથી.

લીમડાને અને તુલસીને ૧ લિટર પાણીમાં નાખી ઉકાળો અડધું પાણી બળી જાય ત્યારે તેમાં ફટકડી, કપૂર કે લીંબુનો રસ નાખી દઇ તે પાણી નહાવામાં કે હાથ ધોવામાં ઉપયોગ કરીએ તો વાયરસ જન્ય રોગો સામે રક્ષણ મળી શકે છે.

આલ્કોહોલવાળું હેન્ડસેનેટાઇઝર બનાવવા એક ખાલી બોટલમાં ૬૦% સુધી રબીંગ આલ્કોહોલ ભરો. તેમાં ૩૫% સુધી એલોવેરા જેલ ઉમેરો અને તેમાં કોઈપણ એસેંશીયલ તેલનાં ૫ ટીપાં નાખો. અને પછી બધું જ  સ્‌ૈટ કરો.

ભસ્ત્રિકા પ્રાણાયામ, અનુલોમ-વિલોમ અને કપાલભાતિ પ્રાણાયામ તથા સૂર્યનમસ્કારથી પણ શરીરની ઇમ્યુનીટી ખૂબ વધે છે અને રેસ્પીરેટરી સીસ્ટમ મજબૂત થાય છે. તો આ પ્રાણાયામ દરરોજ ૫થી ૧૦ મિનિટ કરવાં.

કોરોનાના સંક્રમણ વખતે જો ગળામાં ખારાશ ઉત્પન્ન થયેલ હોય તો, હળદર અને મીઠાના પાણીનાં કોગળા કરવા.

અજમો, રાઈ અને મીઠાને ગરમ પાણીમાં નાખી તેની વરાળને નાકમાં લેવાથી પણ આવા સંક્રમિક રોગોમાં સારું પરિણામ મળી શકે છે.

આયુર્વેદનાં ખજાનામાંથી આવા નાના નાના ઉપાયો કાઢી આવી મહામારીઓ વખતે અજમાવવાથી આપણે આપણું તો રક્ષણ કરી જ શકીએ છીએ, તેમાં બે મતને સ્થાન નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here