આમિર ખાનનો સ્ટાફ મેમ્બર કોરોનાગ્રસ્ત થતા અભિનેતાએ પત્ર લખી આપી જાણકારી

0
7
Share
Share

મુંબઈ,તા.૩૦

બોલીવુડ અભિનેતા આમિર ખાને પોતાના સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. અભિનેતાએ ટિ્‌વટર પર એક પત્ર શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમના ઘરનાં બીજા લોકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો છે. આમિરે લખ્યું કે, ‘હું તમામને એ જણાવવા ઇચ્છુ છું કે મારા સ્ટાફનાં લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને તરત ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. બીએમસીનાં અધિકારીઓએ તેમને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. હું બીએમસીનો આભાર માનવા ઇચ્છુ છું. તેઓ મારા સ્ટાફની સારી સંભાળ રાખી રહ્યા છે. સાથે જ આખી સોસાયટીને સેનેટાઇઝ અને ડિસઇન્ફેક્ટ કરી રહ્યા છે.

તેમણે આગળ લખ્યું કે, ‘અમારા બધાનો પણ કોરોના ટેસ્ટ થયો અને અમે લોકો નેગેટિવ આવ્યા છીએ. હવે હું મારી માતાનો કોરોના ટેસ્ટ કરાવીશ. તેઓ છેલ્લા વ્યક્તિ છે જેમનો કોરોના ટેસ્ટ થવાનો બાકી છે. પ્લીઝ, પ્રાર્થના કરો કે મારી માતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે. જે પ્રોફેશનલિઝ્‌મ સાથે બીએમસીએ અમારી મદદ અને કેર કરી છે તેના માટે હું એકવાર ફરી તેમનો આભાર માનવા ઇચ્છુ છું. આમિર ખાને કોકિલાબેન હૉસ્પિટલનાં ડૉક્ટરો, નર્સો અને સ્ટાફનો પણ આભાર માન્યો છે. તેમણે લખ્યું કે, ‘તે તમામ ટેસ્ટિંગ પ્રોસેસને ઘણા પ્રોફેશનલ અને કેરની સાથે કરી રહ્યા છે. આમિર ખાને તમામને સેફ રહેવાની અપીલ કરી છે. આમિર ખાનનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here