આફ્રિદી કોરોનાથી બચવા જાતે જ ડોક્ટર બની ગયો હતો

0
8
Share
Share

અફ્રિદીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તે ૨-૩ દિવસ જ ક્વૉરન્ટીનમાં રહ્યો અને પછી રુમની બહાર આવી ગયો

નવી દિલ્હી, તા. ૩૦

થોડા દિવસ પહેલા પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી કોરોના વાયરસથી સંક્રમિત નોંધાયો હતો પણ આનાથી બચાવ માટે તેણે વધારે કંઈ કર્યું નથી. આ જાણકારી તેણે પોતે એક ન્યૂઝ ટીવી ચેનલને ઈન્ટરવ્યુમાં આપી. આફ્રિદીએ જણાવ્યું કે, જ્યારે તેને પોતાને ખબર પડી કે, તે કોરોના પોઝિટિવ છે તો તે માંડ ૨-૩ દિવસ જ ક્વૉરન્ટીનમાં રહ્યો. જ્યારે આફ્રિદીને પૂછવામાં આવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણ બાદ તેણે બચાવ તરીકે શું કર્યું તો આ પૂર્વ ઑલરાઉન્ડરે કહ્યં, ‘મેં પોતાને કોઈ આઈસોલેશનમાં નથી, બે-ત્રણ દિવસ ક્વૉરન્ટીનમાં રહેવા સિવાય. પછી હું મારા રૂમની બહાર આવી ગયો. મને ખબર હતી કે, જો મેં આરામ કરવાનું શરૂ રાખ્યું તો તે મારા માટે મુશ્કેલી પેદા કરશે.’ ૪૦ વર્ષીય આફ્રિદીએ આગળ કહ્યું કે, ‘પછી મેં ટ્રેનિંગ શરૂ કરી દીધી.’ તેણે કહ્યું કે, પહેલા બે દિવસ દરમિયાન મને ખૂબ ભૂખ લાગતી હતી. તેણે કહ્યું કે, આ દરમિયાન તે પોતે જ પોતાનો ડૉક્ટર બની ગયો હતો. આફ્રિદીએ ૧૩ જૂનના રોજ પોતાના ટ્‌વિટર એકાઉન્ટ પરથી જાણકારી આપી હતી કે, તે આ વાયરસથી સંક્રમિત છે. આફ્રિદીએ આગળ વાત કરી કે, ‘જ્યાં સુધી લક્ષણોનો સવાલ છે તો મને મારામાં કોઈ એવું લક્ષણ દેખાયું નથી. પહેલા દિવસો થોડા મુશ્કેલ હતા પણ પછી મારામાં સુધારા થતા ગયા.’ તેણે જણાવ્યું કે, આ દરમિયાન તેણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા તથા સાફ-સફાઈના નિયમોનું પાલન કર્યું.  આફ્રિદીએ લૉકડાઉન વિશે કહ્યું કે, ‘હું સરકારની સ્માર્ટ લૉકડાઉનની નીતિને નથી સમજતો. લોકો કલાકો સુધી ઘણી જગ્યાઓ પર એકઠાં થાય છે, જેનાથી સંક્રમણ ફેલાઈ શકે છે.’

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here