આફ્રિકી ખેલાડી સીધા જશે

0
22
Share
Share

ચાર્ટર્ડ વિમાન મારફતે જશે : રવિવારે બેઠક થશે
ટીમના માલિકો દ્વારા સંકેત અપાયા : તમામ તૈયારી કરાઇ
નવી દિલ્હી,તા. ૧
આઇપીએલ ટીમો પોત પોતાના આફ્રિકી ખેલાડીઓને સીધી રીતે ચાર્ટર્ડ વિમાનમાં યુએઇ લાવવા માટે તૈયાર છે. આફ્રિકામાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે પરંતુ પોતાના ખેલાડીઓને સીધી રીતે લાવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી ડિવિલિયર્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. જ્યારે કાગિસો રબાડા દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. ફાફડુ પ્લેસીસ ચેન્નાઇ સુુપર તરફથી રમે છે. આવી જ રીતે ડિકોક મુંબઇ તરફથી રમે છે. તેમને સીધી રીતે યુઇએ લઇ જવા માટે તૈયારી ચાલી રહી છે. એક ફ્રેન્ચાઇસના અધિકારીએ કહ્યુ છે કે આ વિષય પર ચર્ચા થઇ ચુકી છે. આવતીકાલે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. જેમાં આ મામલે નિર્ણય કરવામાં આવનાર છે. અન્ય અનેક નિર્ણય બેઠકમાં લેવામાં આવનાર છે. ખેલાડીઓની સંખ્યા ઘટાડી દેવા પર નિર્ણય કરવામાં આવી શકે છે. આફ્રીકી ખેલાડીઓ ફસાયેલા છે. આવતીકાલની બેઠકમાં નિર્ણય કરવામાં આવી શકે છે. તમામ ફ્રેન્ચાઇસના ટોપ ખેલાડી આફ્રિકાથીછે. ભારતીય બોર્ડ પણ એક ટીમ યુઇએ મોકલનાર છે.જે તૈયારીની સમીક્ષા કરનાર છે. ટીમો અબુ ધાબી અને દુબઇમાં રોકાવવા માટે ઇચ્છુક છે. કોઇ પણ ટીમ શારજાહમાં રોકાવવા માટે તૈયાર નથી. અબુ ધાબી અને દુબઇમાં આશરે ૧૫ આંતરરાષ્ટ્રીય ચેન હોટેલ છે. યુએઇમાં આનુ આયોજન કરવામાં આવનાર છે. વિદેશમાં આઇપીએલ યોજવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. તમામ કાર્યક્રમ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખેલાડીઓ તો કોરોના કાળમાં પણ તૈયારીમાં વ્યસ્ત હતા.યુઇએ જોરદાર આયોજન માટે તૈયાર છે. ભારત તરફથી મંજુરી મળી ગઇ છે. મેદાનોમાં તૈયારી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here