આફ્રિકન દેશ મોઝામ્બિકમાં આઇએસના આતંકીઓએ ૫૦ લોકોના માથ વાઢી નાંખ્યા

0
14
Share
Share

માપૂતો,તા.૧૧

આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ એક ગામના ૫૦ લોકોના માથા વાઢી દીધા. કૈબો ડેલગાડો રાજ્યના નાંજબા ગામમાં આ જધન્ય હત્યાકાંડ થયો. આતંકવાદીઓએ એક ફુટબોલ મેદાનમાં ૫૦ લોકોની હત્યા કર્યા બાદ શરીરના ટુકડાઓને જંગલમાં ફેંકી દીધા. બીજી તરફ, આ ગામની મહિલાઓનું અપહરણ કરી લેવામાં આવ્યું અને તેમને સેક્સ સ્લેવ બનાવી લેવામાં આવી છે.

અહેવાલો મુજબ, ગામની મહિલાઓનું અપહરણ કર્યા બાદ આતંકવાદીઓના બીજા સમૂહે ગામમાં આગ લગાવી દીધી. ગામમાં અનેક ઘરો બળીને ખાખ થઈ ગયા છે. આતંકી ગામમાં નારેબાજી કરતા કરતા આવ્યા. ઘરોને બાળવા લાગ્યા. જેવા લોકો ઘરોમાંથી બહાર આવ્યા તેમને કેદી બનાવીને તેમના માથા વાઢી દીધા.

મોઝામ્બિકમાં જે પચાસ લોકોને ઈસ્લામી આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે તેઓ મોટાભાગે યુવકો અને બાળકો હતા. આ લોકોએ આતંકીઓની સાથે સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો અને તેના બદલામાં તેમને દર્દનાક સજા મળી. ઈસ્લામી આતંકીઓએ અલ્લાહુ અકબર કહીને આ ૫૦ લોકોના માથા વાઢી દીધા અને ત્યારબાદ તેમના શરીરના અંગોને દફનાવવા માટે પરિવારોને મોકલી દીધા.

મોઝામ્બિકના કૈબો ડેલગાડો રાજ્ય પ્રાકૃતિક ગેસ માટે જાણીતો છે. વર્ષ ૨૦૧૭થી અત્યાર સુધી એટલે કે ત્રણ વર્ષમાં આ વિસ્તારમાં ઈસ્લામિક આતંકીઓએ ૨૦૦૦ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ આતંકીઓના ડરથી લગભગ ૪.૩૦ લાખ લોકો રાજ્ય છોડીને અલગ-અલગ સ્થળે જતા રહ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here