આપ દ્વારા શહેર તેમજ તાલુકામાં ઓક્સીમીટરથી ઓક્સિજન માપવાની કામગીરી હાથ ધરાઈ

0
13
Share
Share

દહેગામ,તા.૦૩

કોરોના સંકટ વચ્ચે દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતાને લઈને આજે દહેગામ શહેર તેમજ તાલુકા ટીમ દ્વારા ઓક્સીમીટરથી ઓક્સીજન તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટી દહેગામ શહેર તેમજ તાલુકા ટીમ દ્વારા ઓક્સોમીટર થી દહેગામ શહેરના વિવિધ વિસ્તારોમાં ઓક્સિજન તપાસવાની પ્રક્રિયા કરવામાં આવી હતી આ ઓક્સિજન તપાસ પ્રક્રિયામાં દહેગામ તાલુકા પ્રમુખ મનોજભાઈ બ્રહ્મભટ્ટ, દહેગામ તાલુકા મંત્રી પ્રવિણસિંહ ચૌહાણ, દહેગામ તાલુકા લઘુમતી સેલના પ્રમુખ ઈકબાલહુસેન ચૌહાણ, દહેગામ શહેર પ્રમુખ હિરેનભાઈ સોની, દહેગામ શહેર ઉપપ્રમુખ હીરાભાઈ અજમેરા, દહેગામ શહેર મહિલા પ્રમુખ નયનાબેન વણકર, આશાબેન પ્રજાપતિ (કાર્યકર્તા), રૂપલબેન ઠાકોર (કાર્યકર્તા), શિવશક્તિ બેન મકવાણા(કાર્યકર્તા), મધુબેન ઠાકોર (કાર્યકર્તા), રંજનબેન વાઘેલા (કાર્યકર્તા) સાથે આ કાર્યક્રમમાં દહેગામ શહેર સોશિયલ મીડિયા કન્વીનર ધ્રુમલ રાવલ પણ હાજર રહ્યા હતા. દહેગામ તાલુકા પ્રમુખ મનોજ બ્રહ્મભટ્ટે સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here