આપણી વેક્સિને સમગ્ર દુનિયાને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યોઃ મોદી

0
29
Share
Share

ટીમ ઈન્ડિયાની જીત પર મોદી ફિદા, કહ્યું- અમુક ખેલાડીઓનો અનુભવ ઓછો હતો, પરંતુ મનોબળ દૃઢ હતું, તેમણે ઈતિહાસ રચી દીધો

નિરાશ થવાની જગ્યાએ ચેલેન્જનો સામનો કર્યો,સેફ નીકળવાની જગ્યાએ જીતવાનું ઑપ્શન પસંદ કરવું

ન્યુ દિલ્હી,તા.૨૨

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામની તેજપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિડિયો-કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયામાં જીત વિશેનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા રમવા ગયેલા આપણા અમુક ખેલાડીઓનો ભલે અનુભવ ઓછો હતો, પરંતુ તેમનું મનોબળ દૃઢ હતું. મોકો મળતાં તેમણે ઈતિહાસ રચી દીધો.

પોતાની ક્ષમતા પર વિશ્વાસ હોવો જોઈએ, જો તમે એવું કરશો તો મુશ્કેલ કામ પણ સરળ થઈ જશે. પોઝિટિવ વિચાર સાથે આગળ વધો, એનાથી બધાં કામ પોઝિટિવ થશે. સુરક્ષિત નીકળવાનો અને મુશ્કેલ જીતનો વિકલ્પ હોય તો આપણે જીતનો ઓપ્શન પસંદ કરવો જોઈએ. એ પ્રયત્નમાં અમુક અમુક વાર હાર પણ મળે છે, એનાથી આપણે ડરવું ન જોઈએ.

તમે જોયું હશે કે કોરોનાકાળમાં આત્મનિર્ભરનું સપનું આપણા અભિયાનમાં સમાઈ ગયું. આપણાં પ્રયત્નો, સફળતાનો આપણે અનુભવ કર્યો છે, પરંતુ આ અભિયાન છે શું? શું ફિઝિકલ સ્ટ્રક્ચરમાં ફેરફાર છે? સૌથી મોટો ફેરફાર ઈન્સ્ટિક્ટનો છે. દરેક સમસ્યાને ટક્કર આપવા માટે દેશનો મૂડ હવે બદલાઈ ગયો છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા ટૂરમાં દેશનું ટેમ્પરામેન્ટ જોવા મળ્યું છે. પહેલી મેચમાં ખરાબ રીતે હાર થઈ, પરંતુ પછી યુવા ખેલાડીઓએ ચેલેન્જનો સામનો કર્યો. નવા સમાધાન શોધ્યા.

કોરોનામાં આપણે ઘણી ઝડપથી ઘણા નિર્ણયો લીધા, તેથી આપણે તેને સફળતાથી ટક્કર પણ આપી શક્યા. મેડ ઈન ઈન્ડિયા સોલ્યુશનથી વાઈરસની અસર પણ ઓછી કરી. આપણી વેક્સિનની ક્ષમતા ભારત જ નહીં, દુનિયાને પણ સુરક્ષાકવચનો વિશ્વાસ અપાવી શકે છે. જો આપણે આપણા ડોક્ટર્સ, રિસર્ચર્સ પર વિશ્વાસ ન કરત તો શું આ શક્ય હોત? જો આપણે એવું વિચારી લઈએ કે ઓછો શિક્ષિત દેશ હોવા છતાં દેશની મોટા ભાગની વસતિ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરી શકશે, તો આપણે પાછા પડી જઈશું. એનાથી ઊલટું આપણે ઘણું સારું કરીને બતાવ્યું છે.

પીએમ મોદીએ ડિગ્રી મેળવનારા યુવાઓને કહ્યું કે, “આજે ૧૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ માટે જીવનભર યાદ રહેનારી ક્ષણ છે. તમારા શિક્ષક, તમારા માતા-પિતા માટે પણ આજનો દિવસ ઘણો જ મહત્વનો છે. સૌથી મહત્વની વાત કે આજથી તમારા કેરિયર સાથે તેજપુર વિશ્વવિદ્યાલયનું નામ હંમેશા માટે જોડાઇ જશે.” તેમણે કહ્યું કે, “અમારી સરકાર આજે જે રીતે નૉર્થ-ઈસ્ટના વિકાસમાં લાગી છે, જે રીતે કનેક્ટિવિટી, શિક્ષણ અને સ્વાસ્થ્ય દરેક સેક્ટરમાં થઈ રહ્યા છે, તેનાથી તમારા માટે અનેક નવી સંભાવનાઓ બની રહી છે. આ સંભાવનાઓનો સંપૂર્ણ લાભ ઉઠાવો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here