આધુનિક વિશ્વના જતન અને સંવર્ધન સાથે

0
26
Share
Share

વિશ્વગુરૂ રૂપ માર્ગદર્શન પુરૂ પાડતો ભારતનો ભવ્ય પ્રાચિન સાંસ્કૃતિક અને જ્ઞાનવર્ધક વારસો આયુર્વેદ

આધુનિક ચિકીત્સા પધ્ધતીના આ યુગમાં પણ કોઇપણ રોગના નિવારણ માટે આયુર્વેદ અનિવાર્ય

ભારતની મહાન પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ભવ્યતા એટલે તેના પ્રાચીન ગ્રંથો અને વિવિધ ક્ષેત્રે કરાયેલ ઋષિઓની સમાજને સમર્પીત સમાજ ઉપયેાગી સંશોધનો જેને સમગ્ર વિશ્વ આધુનિક વિશ્વના પાયારુપ માને છે. આરોગ્ય, શૈક્ષણિક, તાત્વિક , આધ્યાત્મિક અને વિવિધ લલીત કલાઓ સાથે અનેક ક્ષેત્રે આ પ્રાચિન સંશોધનો અને જ્ઞાને આધુનિક વિશ્વને માર્ગદર્શન આપ્યું છે. ૨૧મી સદીમાં ઉદભવેલી અનેક મહામારીને જળમુડથી ડામી દેવાનું સામર્થ્ય રાખતા આયુર્વેદનો વૃદ્ધિ અને વિકાસ વૈશ્વિક કક્ષાએ થઈ રહ્યો છે.

ત્યારે ૧૩ નવેમ્બરના રોજ ધનવંતરી જયંતિના દિવસે વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે. આયુર્વેદ દિવસ એક ઉત્સવ નહીં પણ સમાજને કંઈક સમર્પિત કરવાનો પ્રસંગ છે. ચાલુ વર્ષે આયુર્વેદ દિવસ’ ની ઉજવણી કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓની સારવારમાં ભજવેલી મહત્વની ભૂમિકા પર કેન્દ્રિત હશે.આ તકે નોડલ મેડીકલ ઓફીસર (આયુર્વેદ) મલય પાઠકે જણાવ્યું હતું કે, દેશના જાહેર આરોગ્યના પડકારો માટે અસરકારક અને પરવડે તેવા ઉપાયો પ્રદાન કરવા માટે આરોગ્યની જાળવણી માટે આયુષ પ્રણાલીની સંભાવનાનો ઉપયોગ કરવો એ જાહેર હિતમાં છે. પરિણામે, આયુર્વેદના શિક્ષણનું આધુનિકીકરણ માટે છેલ્લા ૩-૪ વર્ષમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે. આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણમાં જ નહીં, પરંતુ પરંપરાગત દવાઓના વિકાસમાં પણ ઐતિહાસિક પગલાઓ લેવામાં આવ્યા છે.વધુમાં જણાવતા શ્રી મલય પાઠકે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સમયમાં આયુર્વેદ પ્રત્યે લોકોનો દ્રષ્ટીકોણ બદલાયો છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે લોકોમાં ગિલોય, અશ્વગંધા, હર્બલ ચા, તુલસીનો અર્ક, વગેરેનો ઉપયોગ કરવા લાગ્યા છે. રોજબરોજના ભોજનમાં આદુ તથા ગરમ મસાલા જે સ્વાસ્થ્યપ્રદ છે તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. અહીં સમરસ હોસ્ટેલ ખાતે કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવારમાં એલોપથી અને આયુર્વેદનો સુભગ સમન્વય સાધવામાં આવ્યો છે. આ સમન્વય થકી અંદાજીત ૨૫૦૦ જેટલા દર્દીઓને સારવાર આપી, સ્વસ્થ અને તંદુરસ્ત બનાવીને ડીસ્ચાજર્ કરાયા છે. અમુક દર્દીઓને એલોપથી દવાના રીએક્શન હોવાના કારણે તેઓને સંપૂર્ણપણે આયુર્વેદીક દવાઓના આધારે જ સારવાર મેળવીને સાજા થયા છે. ૬૦ વર્ષની વય ધરાવતા મનસુખભાઈ ઠુંમર જણાવે છે કે, મને પહેલેથી જ એલોપથી દવાથી શરીરમાં ખંજવાળ કે ચળ આવે છે. મને અને મારા પત્નિને કોરોના પોઝીટીવ આવતા અમે અહીં સમરસમાં આવી ગયા. અહિં તમામ સુવિધાની સાથે સાથે મને સંપૂર્ણ આયુર્વેદ આધારિત સારવાર આપવામાં આવે છે બહુ જલ્દીથી હું સાજો થઈને ઘરે પરત ફરીશ. આયુર્વેદ ધીમું કામ કરે પરંતુ લાંબા ગાળે અસરકારક છે અને રોગને જળમુળમાંથી ઉખાડી ફેંકે છે આયુર્વેદ દ્વારા આધુનિક યુગમાં પણ સફળ અને પરીણામલક્ષી સારવાર એ પુરવાર કરે છે કે ભારતની પ્રાચિન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો આદી અનાદીકાળ સુધી સમાજ માટે પ્રસ્તૃત રહેશે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here