આધુનિક ભૌતિક શાસ્ત્રનું જૈન દર્શન

0
173
Share
Share

જૈન ધર્મમાં ફિલોસોફી ઉપરાંત વિજ્ઞાન વિશે ઉંડુ ચિંતન થયેલું છે. જૈન મુનીઓએ આધુનિક ભૌતિકશાસ્ત્રનું ખેડાણ કરવાનું પણ બાકી રાખ્યું નથી.સામાન્ય રીતે લોકમાનસમાં વિજ્ઞાન અને ધર્મ એકબીજાનાં વિરોધી બીંદુઓ હોય તેવું કલ્પી લેવામાં આવે છે. વિજ્ઞાન જાણનારાં કે વૈજ્ઞાનિકો ધર્મમાં માનતા હોતા નથી. જ્યારે ધાર્મીક માણસને વિજ્ઞાન ઉપર શંકાની સોય તાકેલી રાખે છે. આ જનમાનસનું સર્વસામાન્ય તારણ છે. હકીકત ઘણીવાર ઉલટી હોય છે. વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનમાં વિશ્વાસ રાખનારાં ધર્મમાં ઊંડી શ્રદ્ધા રાખતા હોય છે. લગભગ દરેક ધાર્મિક પુસ્તકમાં પાપોનો પ્રશ્ન પુછવામાં આવતો જ હોય છે. મનુષ્ય ઉત્પત્તિનું મુખ્ય કારણ શું છે?

આ સૃષ્ટિ એટલે કે બ્રહ્માંડની રચના કોણે કરી? આ પાયાનાં સવાલોનો ઉત્તર મેળવવા જતા ધાર્મિક લોકો જાણે અજાણે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે દોરેલી અદ્રશ્ય રેખા ઓળંગી જતા હોય છે. ધર્મ હવે વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રવેશી સંશોધન શરૂ કરે છે. અહીં પ્રાચીન મુનિઓનાં માઈન્ડ એક્સપરીમેન્ટ પેદા થાય છે. જેને થોટ એક્સપરીમેન્ટ પણ કહે છે. ધર્મ અને બ્રહ્માંડ બંનેનો મકસદ બ્રહ્માંડનાં રહસ્ય ઉકેલવાનો છે. જૈન ધર્મ તેમાં પાછળ નથી.જૈન ધર્મમાં આધુનિક ભૌતિકશાસ્ત્રની ઘણી બધી વિભાવનાઓને સિધ્ધાંત વડે રજુ કરવામાં આવી છે. આધુનિક ભૌતિકશાસ્ત્રને અનુલક્ષીને બે પુસ્તકો વાંચવાલાયક છે. જેમાં જૈન ધર્મમાં ભૌતિકશાસ્ત્ર કઈ રીતે વણી લેવામાં આવ્યું છે તે જાણવું મહત્ત્વનું બની જાય છે.

સાયન્ટીફીક સિક્રેટ ઓફ જૈનીઝમ, મુનીશ્રી નંદઘોષ વિજયજી દ્વારા લખવામાં આવ્યું છે. જે જૈન ધર્મ અને આધુનિક વિજ્ઞાન વચ્ચે રહેલી ખાઈ પુરીને અનોખો બ્રીજ બાંધે છે. બીજુ પુસ્તક ધ સાયન્ટીફીક ફાઉન્ડેશન ઓફ જૈનિઝમ, પ્રો. કાન્તી મરડીયા દ્વારા લખવામાં આવ્યું છે.જૈન ધર્મનાં ગ્રંથો અને સિદ્ધાંતોમાં થિયરી ઓફ રીલેટીવીટી, પરમાણુ પ્રકૃતિ, બ્લેક હોલ્સ, પ્રકાશ, અવાજ, તરંગો, ક્વૉન્ટમ મિકેનિક્સ વગેરે વિશે જાણવા મળે છે. ભૌતિકશાસ્ત્રમાં આલ્બર્ટ આઈનસ્ટાઈને સ્પેસ/અવકાશ/અંતરીક્ષ અને સમયને એક ડાયમેન્શન તરીકે આલેખી છે. જ્યારે જૈન ધર્મ આ બંને રાશીને અલગ અલગ ડાયમેન્શન માને છે. સામાન્ય રીતે ધર્મને આત્મા અને તત્વજ્ઞાન સાથે જોડવામાં આવે છે. જ્યારે વિજ્ઞાનને પદાર્થ/મેટર સાથે જોડવામાં આવે છે પણ આપણે જાણીએ છીએ આધ્યાત્મિક દુનિયા અને આપણું ભૌતિક વિશ્વ એક સાથે ચાલી રહ્યું છે.

સમગ્ર બ્રહ્માંડ કુદરત/પ્રકૃતિનાં નિયમોને આધીન ચાલી રહ્યું છે. આ નિયમો ભૌતિક શાસ્ત્રમાં લો અને થિયરી બની જાય છે. ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક દુનિયા/ધર્મ બન્ને ભૌતિકશાસ્ત્ર ’ઓવરલેપ’ થાય છે જ.ભૌતિકશાસ્ત્ર પ્રકૃતિનાં નિયમોમાં માને છે ઈશ્વરમાં નહી. ધર્મ ઈશ્વરમાં પણ માને છે અને પ્રકૃતિનાં નિયમોમાં પણ માને છે. એટલે કે કહી શકાય કે ધર્મ અને વિજ્ઞાાન વચ્ચે ’ઓવરલેપ’ થતું ક્ષેત્ર પ્રકૃતિનાં નિયમો છે. જેને અનુભવજન્ય અવલોકનો ઉપરથી તારવવામાં આવ્યાં છે.

ધર્મ કહે છે કે બ્રહ્માંડ લો ઑફ ફીઝીકલથી ચાલે છે. વાત બરાબર છે. લો ઓફ ફીજીક્સ આપણો ભૌતિક દુનિયાને ચલાવે છે પરંતુ, ભૌતિકશાસ્ત્ર માટે તે પાયાનાં મુળભુત સિધ્ધાંત માત્ર નથી. તેનાથી કંઈક વિશેષ છે. જોઈએ જૈન દર્શન, આધુનિક ભૌતિકશાસ્ત્રને કઈ નજરે જુએ છે.ભૌતિકશાસ્ત્ર પ્રમાણે સમગ્ર સૃષ્ટી જે બ્રહ્માંડ લો ઓફ ફીજીકલ પ્રમાણે ચાલે છે. ઉદાહરણ તરીકે, જોઇએ તો બ્રહ્માંડમાં રહેલાં બે પિંડ તેનાં દ્રવ્ય / મેટર પ્રમાણે એકબીજાને આકર્ષે છે. દ્રવ્યને ’માસ’ એટલે કે ’દળ’ વડે વ્યક્ત કરવામાં આવે છે. જેનાં ઉપરથી લો ઓફ ગ્રેવીટી એટલે ગુરૂત્વાકર્ષણનો નિયમ બન્યો છે. ગુરૂત્વાકર્ષણનાં નિયમમાં માસ / દળ એ મહત્વનો એકમ છે. હવે મેકનો સિધ્ધાંત કહે છે કે પિંડ તો જડતા ધરાવતો માસ / દળ એ બ્રહ્માંડમાં રહેલો અન્ય પિંડનાં દળ / માસ ઉપર આધાર રાખે છે. આલ્બર્ટ આઇનસ્ટાઇન સાપેક્ષતાવાદ, મેક પ્રિન્સીપલને સ્પર્શતા જોવા મળે છે.જૈન ધર્મ કહે છે કે કોઇ પદાર્થ / પુદગલ / બ્રહ્માંડમાં એકલું અટુલું આઇસોલેશન સ્ટેટમાં હોઇ ન શકે. તેને બ્રહ્માંડનાં અલ્પ પીંડો સાથેની આંતરક્રીયા, આકર્ષણ કે ઈન્ટરેકશન વડે જ સમજી શકાય. આ સિધ્ધાંતને આગળ લંબાવીએ તો, જીવ પણ એકલો હોવાનું માનવું ભૂલભરેલું છે. ’જીવ’ને આત્મા એટલે કે ’જીવાત્મા’ વડે સ્પીરીચ્યુઅલ વર્લ્ડ સાથે કલ્પી શકાય. ભૌતિક દુનિયામાં પણ એક સજીવનું અસ્તિત્વ અને સજીવો સાથેનાં સહઅસ્તિત્વને આભારી છે.આમ સજીવોનાં પાયાનાં અસ્તિત્વનો સવાલ, સજીવોનાં એકબીજા સાથેનાં સંબંધો સાથે સંકળાયેલો છે. માટે જૈન ધર્મ માટે ’’અહિંસા પરમો ધર્મ’’ સિધ્ધાંત પાયાનો સિધ્ધાંત ગણાય છે. કારણ કે જો તમે અન્ય પ્રાણી / સજીવ કે જીવાત્માને નુકશાન પહોંચાડો છો કે મારી નાખો છો ત્યારે તેની અસર અન્ય જીવંત જીવો / સજીવો ઉપરાંત મનુષ્ય ઉપર પણ થાય છે. મનુષ્ય, સજીવ વર્ગની બહાર નથી.

અહિંસા એ મનુષ્ય દ્વારા અન્ય પ્રાણી, જીવજંતુને મારવા કે નુકશાન પહોંચાડવાનો નિષેધ દાખવે છે. આમ ’અહિંસા’નાં મુળીયા આધુનિક ભૌતિકશાસ્ત્રથી આધ્યાત્મિક દુનિયા સુધી વિસ્તરે છે.આ વાતને ધ્યાનમાં રાખીને કેટલાંક મહાન વૈજ્ઞાનિકોએ ભૌતિકશાસ્ત્રથી આગળની દુનિયા સાથેનું જોડાણ બતાવ્યું છે. વર્નર હેઇઝેનબર્ગ જે ’પ્રિન્સિપાલ ઓફ અનસરટેન્ટી’ માટે જાણીતા છે તેમણે ફિજીક્સ એન્ડ ફિલોસોફી, ફીજીક્સ એન્ડ બિયોન્ડ જેવો પુસ્તક આપ્યા છે. ફીજીકલ રિસર્ચ લેબોરેટરીનાં ડૉ. નરેન્દ્ર ભંડારી માને છે કે હેઇઝેનબર્ગનાં અનસરટેન્ટીનાં મુળીયા જૈન ધર્મનાં ’અનેકાંતવાદ’માં રહેલાં છે. ભૌતિકશાસ્ત્રમાં જે અચોક્કસતા જોવા મળે છે. તેને જૈન ધર્મનાં ’અનેકાન્તવાદ’ વડે સમજી શકાય.ભૌતિકશાસ્ત્ર પ્રમાણે સમગ્ર સૃષ્ટી જે બ્રહ્માંડ લો ઓફ ફીજીકલ પ્રમાણે ચાલે છે.

ઉદાહરણ તરીકે, જોઇએ તો બ્રહ્માંડમાં રહેલાં બે પિંડ તેનાં દ્રવ્ય / મેટર પ્રમાણે એકબીજાને આકર્ષે છે. દ્રવ્યને ’માસ’ એટલે કે ’દળ’ વડે વ્યક્ત કરવામાં આવે છે. જેનાં ઉપરથી લો ઓફ ગ્રેવીટી એટલે ગુરૂત્વાકર્ષણનો નિયમ બન્યો છે. ગુરૂત્વાકર્ષણનાં નિયમમાં માસ / દળ એ મહત્વનો એકમ છે. હવે મેકનો સિધ્ધાંત કહે છે કે પિંડ તો જડતા ધરાવતો માસ / દળ એ બ્રહ્માંડમાં રહેલો અન્ય પિંડનાં દળ / માસ ઉપર આધાર રાખે છે. આલ્બર્ટ આઇનસ્ટાઇન સાપેક્ષતાવાદ, મેક પ્રિન્સીપલને સ્પર્શતા જોવા મળે છે.જૈન ધર્મ કહે છે કે કોઇ પદાર્થ / પુદગલ / બ્રહ્માંડમાં એકલું અટુલું આઇસોલેશન સ્ટેટમાં હોઇ ન શકે. તેને બ્રહ્માંડનાં અલ્પ પીંડો સાથેની આંતરક્રીયા, આકર્ષણ કે ઈન્ટરેકશન વડે જ સમજી શકાય. આ સિધ્ધાંતને આગળ લંબાવીએ તો, જીવ પણ એકલો હોવાનું માનવું ભૂલભરેલું છે. ’જીવ’ને આત્મા એટલે કે ’જીવાત્મા’ વડે સ્પીરીચ્યુઅલ વર્લ્ડ સાથે કલ્પી શકાય.

ભૌતિક દુનિયામાં પણ એક સજીવનું અસ્તિત્વ અને સજીવો સાથેનાં સહઅસ્તિત્વને આભારી છે. આમ સજીવોનાં પાયાનાં અસ્તિત્વનો સવાલ, સજીવોનાં એકબીજા સાથેનાં સંબંધો સાથે સંકળાયેલો છે. માટે જૈન ધર્મ માટે ’’અહિંસા પરમો ધર્મ’’ સિધ્ધાંત પાયાનો સિધ્ધાંત ગણાય છે. કારણ કે જો તમે અન્ય પ્રાણી / સજીવ કે જીવાત્માને નુકશાન પહોંચાડો છો કે મારી નાખો છો ત્યારે તેની અસર અન્ય જીવંત જીવો / સજીવો ઉપરાંત મનુષ્ય ઉપર પણ થાય છે. મનુષ્ય, સજીવ વર્ગની બહાર નથી. અહિંસા એ મનુષ્ય દ્વારા અન્ય પ્રાણી, જીવજંતુને મારવા કે નુકશાન પહોંચાડવાનો નિષેધ દાખવે છે. આમ ’અહિંસા’નાં મુળીયા આધુનિક ભૌતિકશાસ્ત્રથી આધ્યાત્મિક દુનિયા સુધી વિસ્તરે છે.આ વાતને ધ્યાનમાં રાખીને કેટલાંક મહાન વૈજ્ઞાનિકોએ ભૌતિકશાસ્ત્રથી આગળની દુનિયા સાથેનું જોડાણ બતાવ્યું છે. વર્નર હેઇઝેનબર્ગ જે ’પ્રિન્સિપાલ ઓફ અનસરટેન્ટી’ માટે જાણીતા છે તેમણે ફિજીક્સ એન્ડ ફિલોસોફી, ફીજીક્સ એન્ડ બિયોન્ડ જેવો પુસ્તક આપ્યા છે. ફીજીકલ રિસર્ચ લેબોરેટરીનાં ડૉ. નરેન્દ્ર ભંડારી માને છે કે હેઇઝેનબર્ગનાં અનસરટેન્ટીનાં મુળીયા જૈન ધર્મનાં ’અનેકાંતવાદ’માં રહેલાં છે. ભૌતિકશાસ્ત્રમાં જે અચોક્કસતા જોવા મળે છે. તેને જૈન ધર્મનાં ’અનેકાન્તવાદ’ વડે સમજી શકાય.અનેકાન્તવાદ કે સિધ્ધાંત એ જૈન ધર્મનો પાયો છે. જેને સમજ્યાં વિના જૈન ધર્મ કે તેનાં સિધ્ધાંતોને સમજી શકાય નહીં. જૈન ધર્મ પ્રમાણે પદાર્થનાં ગુણધર્મો અનંત છે. આ કારણે માત્ર મનુષ્યનાં મર્યાદીત સંવેદનો કે દ્રષ્ટિકોણથી પદાર્થને સમજી શકાય નહીં. અનેકાન્તવાદ એકસાથે બહુપરીમાણ અને એક કરતાં ’વધારે વ્યુપોઇન્ટ’ને લક્ષ્યમાં રાખે છે. અનેકાન્તવાદનાં મુળીયા, ભગવાન મહાવીર સ્વામીનાં ઉપદેશો સુધી પહોંચે છે. આધુનિક કાળમાં તેનો સ્પર્શ ક્વોન્ટમ મિકેનિક્સ સુધી પહોંચે છે.જૈન ધર્મ પ્રમાણે છ પદાર્થ વડે બ્રહ્માંડ રચાયેલું છે. એક કોસ્મીક સ્પેસ/અવકાશ, ગતિનાં નિયમો, જડત્વનો સિધ્ધાંત, આત્મા, પદાર્થ/મેટર, એનર્જી/ઉર્જા અને સમય. કોસ્મીક સ્પેસને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. એક ભાગ જ્યાં જીવંત સૃષ્ટિ વિકસેલી છે. બાકીનો ખાલી ભાગ. બીજો હિસ્સો છે. પહેલો ભાગ જેમાં જીવન એટલે કે સજીવ સૃષ્ટી છે તેને ’’ફીજીકલ વર્લ્ડ’’ કહે છે. આ ફીજીકલ વર્લ્ડમાં ’આત્મા’ સિવાયનાં પાંચેય તત્વો આવેલાં છે. જેનાં આધારીત ભૌતિક દુનિયા ચાલે છે. મનુષ્યની સ્પીરીચ્યુઅલ દુનિયા ચલાવવા માટે ’આત્મા’નો કોન્સેપ્ટ છે. ભૌતિકશાસ્ત્રમાં પદાર્થનો અતિ સુક્ષ્મ પણ ’પરમાણુ’ ગણાય છે તેમ, જૈન ધર્મમાં કણ પદાર્થનો અતિ સુક્ષ્મ કણ જૈન-પરમાણુનો કન્સેપ્ટ છે. જૈન પરમાણુને વિજ્ઞાનનાં ક્વોન્ટમ મિકેનિક્સને અનુસરતાં પરમાણુ તરીકે કલ્પી શકાય છે. જૈન પરમાણુને એક વિશિષ્ટ ક્ષેત્ર ફિલ્ડ એટલે કે ઈયોટા ઓફ સ્પેસમાં આવેલ અસંખ્ય પરમાણુઓનો સમુહ માનવામાં આવે છે. આ પરમાણુ પાસે સંકોચન પામવાની કે વિસ્તરણ પામવાની અનોખી ક્ષમતા છે. વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલ બ્લેક હોલ એ એક વિશાળકાય જૈન પરમાણુનું સ્વરૂપ છે ? દ્રવ્ય સંગ્રહમાં આચાર્ય નેમીચંદ્ર બ્લેક હોલની સંભાવના દર્શાવે છે. વૈજ્ઞાનિકોએ સ્‌૮૭ ગેલેક્સીનાં કેન્દ્રમાં વિશાળકાય બ્લેક હોલ શોધી કાઢ્યો છે.ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે સુક્ષ્મ કણ ક્યારેક પાર્ટીકલ કે બીંદુ સ્વરૂપે વર્તે છે તો ક્યારેક તરંગો સ્વરૂપે એટલે કે પાર્ટીકલ દ્વીગુણવાદ ધરાવે છે. ભૌતિકશાસ્ત્રનાં આવા કણ ખુબ જ સુક્ષ્મ છે. આ અતિસુક્ષ્મ કક્ષાએ માનવીનાં મર્યાદીત દ્રષ્ટિકોણથી તેને સમજી શકાય નહીં. જૈન ધર્મ પ્રમાણે ’આત્મા’ આવા ભૌતિકશાસ્ત્રનાં સુક્ષ્મ પરમાણુ / કણથી પણ અતિ સુક્ષ્મ છે. જેને સમજવો કે ગુણધર્મ જાણવા ખૂબ જ મુશ્કેલ કે અઘરા છે.જૈન ’પરમાણુ’ની કલ્પના અને ભૌતિકશાસ્ત્રનાં ’પરમાણુ’ની વ્યાખ્યા વચ્ચે પાયાનો ભેદ છે. જૈન ધર્મ પ્રમાણે પદાર્થ-પુદગલનો અતિ સુક્ષ્મ કણ જેને વિભાજીત કરી તેનાંથી સુક્ષ્મ કણ મેળવવો શક્ય જ નથી. આ વ્યાખ્યાને આધુનિક ભૌતિકશાસ્ત્રનાં ’ક્વોટા ઓફ એનર્જી’ કે ’ક્વોન્ટા’ તરીકે લઇ શકાય. વિજ્ઞાાનનાં સિધ્ધાંતો પ્રમાણે સુક્ષ્મ કણ પરમાણુ છે. જો તેનું વિભાજન કરવામાં આવે તો, ન્યુટ્રોન પ્રોટોન, ઈલેક્ટ્રોન કર્વાર્ક વગેરે મળી આવે. જૈન પરમાણુ પદાર્થનું સૌથી છેલ્લું સુક્ષ્મ સ્વરૂપ છે. તેને હાલનાં ભૌતિકશાસ્ત્ર પ્રમાણે પરમાણુ રચતા સબ-એટમીક પાર્ટીકલ સાથે સરખાવી શકાય. ભવિષ્યમાં સબ-એટમીક પાર્ટીકલની રચના કરનારાં નવાં કણ કે તરંગો મળી આવે તો જૈન-પરમાણુને તેની સાથે જોડવા પડે.જૈન ધર્મ પ્રમાણે પરમાણુ માત્ર પદાર્થનો અંતિમ અવિભાજ્ય કણ માત્ર નથી. એ બ્રહ્માંડનું સર્જન કરનાર ’સર્જનહાર’ છે. તેની પાસે ખાસ ગુણધર્મ છે. જેથી એક કરતાં વધારે પરમાણુ એકઠા થઇને પદાર્થ / મેટર / મુદગલ બન્યો છે. જૈન ધર્મ માને છે કે પદાર્થમાં રહેલી ઉર્જા માપવાનાં એકમ તરીકે ’પરમાણુ’ ગણી શકાય. પરમાણુની એકબીજા સાથેની જોડાવાની ક્રિયા / પ્રક્રીયાને જૈન ધર્મ ’’સ્કંધ’’ તરીકે ઓળખાવે છે. બે કણ, ત્રણ કણ કે તેનાંથી  વધારે કણ એકઠા થઇ એક રેણુ મોલેક્યુલ બને છે. ’’સ્કંધ’’ની પ્રકૃતિને આધુનિક વિજ્ઞાનની ’ડાલ્ટનની એટમીક થિયરી’ સાથે સરખાવી શકાય.જૈન … પ્રમાણે પરમાણુ / સ્કંધ વડે ખાસ પ્રકારની ગતિ થતી હોય તેવું જોવા મળે છે. એટલે કે પરમાણુઓમાં વિશિષ્ટ પ્રકારનાં કંપન, વાયબ્રેશન થાય છે જેનાં કારણે પ્રકાશ, અવાજ, ઉષ્મા-ગરમી વગેરે પેદા થાય છે. પરમાણુની તરંગ પ્રક્રીયા કે તરંગ સ્વરૂપ પ્રકાશ, અવાજ, ગરમી પેદા કરે છે. આ વાતને આધુનિક વૈજ્ઞાનિક નેલ્સ બોરરનાં ’’ક્વૉટમ એટમીક મોડેલ થિયરી’’ સાથે જોડી શકાય છે.જૈન ધર્મમાં પરમાણુનાં કણ અને તરંગ બંને સ્વરૂપ સ્વીકારાયેલાં છે. પદાર્થને દ્રશ્યમાન ’રૂપ’ છે. જેને સ્પર્શ, સ્વાદ, ગંધ અને રંગ વડે ઓળખી શકાય. સ્પર્શ વડે આઠ સ્વરૂપ મળે છે. લીસ્સો/સ્મુધ, ખરબચડો/રફ, પોચો/સોફ્ટ, કડક/હાર્ડ, ગરમ, ઠંડો, હલકો અને ભારે. પાંચ પ્રકારનાં સ્વાદ અને બે પ્રકારની ગંધ છે. પાંચ પ્રકારનાં રંગ- એટલે કે કાળો, લાલ, પીળો, વાદળી, અને સફેદ છે. જૈન ધર્મ પ્રમાણે, દ્રવ્યાણુ યોગમાં ૨૦૦ પ્રકારનાં પરમાણુનું વર્ણન છે. આધુનિક વિજ્ઞાાન અત્યાર સુધી ૧૧૮ પ્રકારનાં  પરમાણુ / તત્વ /  એલીમેન્ટ શોધી ચુક્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here