આદેશ છતાં પોર્ન સાઇટ્‌સ કેમ જારી

0
19
Share
Share

સરકારે દેશમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવનાર સર્વિસ પ્રોવાઇડર્સને કહ્યુ હતુ કે તેઓ ૮૨૭ પોર્ન વેબસાઇટ્‌સને બ્લોક કરી નાંખે. આ આદેશ એ વખતે આવ્યો હતો જ્યારે ઉત્તરાખંડની એક સ્કુલમાં રેપ બાદ આરોપીએ ખુલાસો કર્યો હતો કે તે રેપ પહેલા પોર્ન વેબસાઇટ જોઇને આવ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને ઉત્તરાખંડ સરકારે રજૂઆત કરી હતી. ત્યારબાદ ઉત્તરાખંડ હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે પોર્ન સાઇટ્‌સને બંધ કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં તો તે પહેલાથી કેટલીક અરજી આ વિષયને લઇને કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજી કરવામાં આવી છે. જેમાં પોર્ન સાઇટ્‌સને બ્લોક કરવા માટેની માંગ કરવામાં આવી ચુકી છે. જો કે હજુ સુધી આ બાબતમાં પૂર્ણ સફળતા તો દુર રહી અડધી સફળતા પણ હાંસલ થઇ શકી નથી. સરકારે પણ માત્ર ચાઉલ્ડ પોર્નોગ્રાફી વાળ સાઇટસ બંધ કરવા માટે અપીલ કરી હતી. આવી સ્થિતીમાં સવાલ થાય છે કે ભારતમાં પોર્ન સાઇટ્‌સને કેમ બંધ કરી શકાઇ નથી. જાણકાર લોકો નક્કરપણે માને છે કે પોર્નોગ્રાફી સાઇટ્‌સને બ્લોક કરવા માટે હાલમાં દેશમાં જે કાયદા અને કાનુન છે તે પુરતા નથી. આ પ્રકારની સાઇટ્‌સને બ્લોક કરવા માટે સુપ્રમ કોર્ટમાં પાંચ વર્ષ પહેલા અરજી દાખલ કરવામાં આવી હતી. સમય સમય પર સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ પણ આપવામા ંઆવી ચુક્યા છે. સાથે સાથે સરકારે પગલા લેવાની પણ વાત કરવામાં આવી હતી. જો કે હજુ સુધી આ પ્રકારની સાઇટ્‌સને બ્લોક કરવામાં સફળતા હાંસલ થઇ નથી. સુપ્રીમ કોર્ટમાં આને લઇને દાખલ કરવામાં આવેલી અરજીમાં એડવોકેટ કમલેશ વાસવાનીએ કહ્યુ છે કે ઇન્ટરનેટને લઇને કોઇ કાયદા ન બનાવી શકવાની સ્થિતીમાં પોર્ન વિડિયોને પ્રોત્સાહન મળી રહ્યુ નથી. પોર્ન સાઇટ્‌સ મહિલાઓ પ્રત્યે અપરાધને વધારે છે. આ તમામ બાબતો કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવી ચુકી છે. હકીકતમાં આઇપીસીની વર્તમાન જોગવાઇ મારફતે પોર્ન સાઇટ્‌સ અને વિડિયોને કન્ટ્રોલ કરવાન બાબત મુશ્કેલરૂપ બનેલી છે. સુપ્રીમ કોર્ટ વિમેન લોયર્સ એસોશિએશનના પ્રમુખ મહાલક્ષ્મી પવની તરફથી વર્ષ ૨૦૧૫માં પણ એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેમનુ કહેવુ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. એ વખતે કેન્દ્ર સરકારે ૮૫૭ પોર્ન સાઇટ્‌સ ૬ણ દિવસ માટે બ્લોક કરી દીધી હતી. પરંતુ મોડેથી કહ્યુ હતુ કે આ શક્ય નથી. માત્ર ચાઇલ્ડ પોર્નોગ્રાફીવાળ સાઇટ્‌સ બ્લોક કરવાન વાત કરવામાં આવી હતી. હજુ સુધી મામલો પેન્ડિંગ છે. આઇપીસી અને આઇટી  એક્ટમાં જે જોગવાઇ રહેલ છે તે હેઠળ પોર્નોગાફીને પ્રોત્સાહન આપવા અને શેયર કરવાની બાબત અપરાધ તરીકે છે. આઇપીસીન કલમ ૨૯૨, પોક્સો એક્ટની કલમ ૧૨ અને ૧૩ તેમજ આઇટી એક્ટની કલમ ૬૭ તેમજ ઇન્ડીસેન્ટ રિપ્રેન્ટેશન ઓફ વુમન એક્ટમાં પોર્ન અને આવી સામગ્રીને શેયર કરવાની બાબત તેમજ સ્ટોર કરવાની બાબત અપરાધ તરીકે છે. આને નિહાળવાથી રોકવા માટે ઉપાય પણ છે. આ પ્રકારની સાઇટ્‌સને બ્લોક કરવા માટે પ્રયાસ કરાય તો થઇ શકે છે. ઉત્તરાખંડમાં એક સ્કુલમાં ચાર સ્કુલી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ વિદ્યાર્થઓ એક વિદ્યાર્થીનિની સાથે રેપના મામલે પકડાયા હતા. પુછપરછમાં આ ચાર જણાએ કબુલાત કરી હતી કે પોર્ન સાઇટ્‌સ નિહાળ્યા બાદ તેઓએ રેપ ગુજાર્યો હતો. આ મામલાને ઉત્તરાખંડની સરકારે ગંભીરતાથી લઇને કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો હતો. સાથે સાથે મહત્વપૂર્ણ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર પોર્ન સાઇટ્‌સને બંધ કરવામાં આવે તે જરૂરી છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે ૮૨૭ સાઇટ્‌સને બ્લોક કરવા માટેનો આદેશ કર્યો હતો. સરકાર અને સુપ્રીમ કોર્ટના વારંવાર આદેશ છતાં પોર્ન સાઇટ્‌સ પર પ્રતિબંધ મુકી શકાયો નથી. આમાં ઇચ્છાશક્તિના અભાવને કારણરૂપ જોઇ શકાય છે. સ્પષ્ટ વલણ સાથે આગળ વધવામાં આવે તો જ આ દુષણને રોકવામાં આવી શકે છે. પોર્નના દુષણને રોકવા માટેના તમામ પ્રયાસો હજુ જારી રહી શકે છે પરંતુ સફળતાને લઇને શંકા છે. કારણ કે રાજકીય ઇચ્છાશક્તિને લઇને શંકા છે.

૨૦ લાખથી વધુ પોર્ન વિડિયો

ઇન્ટરનેટને લઇને કોઇ કાનુન ન હોવાના કારણે પોર્ન વિડિયોને સતત પ્રોત્સાહન મળી રહ્યુ છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે પોર્ન સાઇટ અને વિડિયો સરળ રીતે ઉપલબ્ધ છે. માર્કેટમાં ૨૦ લાખ કરતા વધારે પોર્ન વિડિયો અને લાખો પોર્ન સાઇટ્‌સ રહેલી છે. જ્યાંથી તેમને ડાઉનલોડ કરવામા ંઆવે છે. બાળકો પર આ પ્રકારની સામગ્રીની સીધી રીતે અસર થાય છે. આ કારોબારનુ કદ પણ રેકોર્ડ આંકડામાં રહેલુ છે. પોર્ન બેન સાથે જોડાયેલી સુનાવણી વેળા તત્કાલીન એટોર્ની જનરલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે તમામ પ્રકારની પોર્ન સાઇટ્‌સને રોકવા માટેની બાબત અશક્ય છે. આ વ્યક્તિગત મામલો છે. સરકાર મોરલ પુલિસિંગ કરવા માટે ઇચ્છુક નથી. જો કોઇ વ્યક્તિ આને ઘરમાં જુએ છે તો તેને કઇ રીતે રોકી શકાય છે. જો કે એટોર્ની જનરલ કમલેશ વાસવાનીએ દલીલ કરી હતી કે ડીએનએસ અને આઇપી અડ્રેસ બ્લોક કરી શકાય છે. એવા સોફ્ટવેર ઉપલબ્ધ થઇ ગયા છે જેના મારફતે સર્વરના માધ્યમથી આને બ્લોક કરી શકાય છે. કેન્દ્ર સરકારે જ્યારે પોતે ચાઇલ્ડ પોર્નોગ્રાફી બ્લોક કરવાની વાત કરી છે ત્યારે બાકી સાઇટ્‌સ કેમ બ્લોક કરી શકાય નહી તે બાબત ગળે ઉતરતી નથી. સાઇટ્‌સ બ્લોક કરવામાં નહીં આવે તો માઠી અસર થઇ શકે છે. આ પોર્ન સાઇટસના દુષણે માઠી અસર બાળકો પર કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here