આદીપુરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

0
24
Share
Share

ભુજ તા. ર૧

આદિપુર નજીક અંતરજાળમાં આવેલા તિરૂપતિનગરમાં રહેતા ૨૬ વર્ષિય પરિણિત યુવાન હર્ષદ પરસોત્તમ દરજીએ ગળે ફાંસો ખાઈ આયખું ટુંકાવી લીધું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

આ બાબતે પ્રા વિગતો મુજબ, ગત સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં ૨૬ વર્ષીય હર્ષદ પરષોત્તમ દરજીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધા બાદ રામબાગ હોસ્પિટલ લઇ જવાયા હતા યાઋ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પોલીસને આ બાબતે જાણ કરી હતી. ઈન્ચાજર્ પીએસઆઈ પી.કે. ગઢવીએ જણાવ્યું હતું કે હર્ષદ પરિણીત હતો અને ૧૧ માસ અગાઉ તેના લગ્ન થયાં હતા. આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ્ર થઈ શકયું નથી. મૃતક રાપરના કિડીયાનગરનો વતની હોઈ પરિવારજનો અંતિમસંસ્કાર અર્થે ત્યાં ગયા હોઈ પરત ફર્યા બાદબનાવ અંગે વધુ વિગતો મળવાની

આડેસર નજીક વિદેશી દારૂની ૧૮૬૭૦  બોટલ ભરેલા ટ્રક સાથે બે શખ્સો ઝડપાયા

ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ટર્બેા ટ્રકમાં કચ્છ આવી રહૃાો હોવાની બાતમીના આધારે આડેસર ચોકડી પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગુજરાત પાસિંગનું જીજે-૦૯-વાય-૯૮૬૩ નંબરનું ટર્બેા ટ્રક ચોકડી પર આવતાં એસએમસીની ટીમે રોકી તપાસ કરતાં અંદર વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં ટ્રક આડેસર પોલીસ મથકે લઇ જવાઇ હત. ટ્રકમાંથી રૂ.૪૬,૭૨,૯૫૦ ની કિમંતના વિદેશી દારૂની ૧૮,૬૭૦ બોટલો મળી આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પીઆઇ જે.એમ.પટેલે જણાવ્યું હતું કે , ટ્રક સહિત કુલ રૂ.૫૩,૮૩,૭૭૦ ના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્ર્રના અશોક વંશરાજ ગૌતમ અને રાપર તાલુકાના પ્રાગપર ગામના ગાંડુભાઇ દેવશીભાઇ ભરવાડની અટક કરી સ્થાનિક પોલીસને વધુ તપાસ માટે સોંપ્યા હતા. ગાંધીનગરની ટીમે પાડેલા દરોડાથી પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આડેસર ચોકડી પાસે ૪૬.૭૨ લાખનો દારૂનો જથ્થો પકડો એ જથ્થો મગાવનાર પલાસવાના રામાભાઇ વજાભાઇ ભરવાડ અને રાપરના પુનાભાઇ ભાણાભાઇ ભરવાડ તેમજ આ દારૂનો જથ્થો ભરેલી ગાડી મોકલનાર વિનય યાદવ અને ટ્રક માલિક વિરૂધ્‌ધ ગુનો નોંધાવ્યો છે.

મુન્દ્રા : પ્રાગપર ગામે વખ ઘોળી લેનાર યુવતિનું સારવારમાં મોત

મુન્દ્રાના પ્રાગપરમાં ઝેરી દવા પી લેનાર યુવતીએ સારવાર દરમિયાન દમ તોડો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

મુંદરા તાલુકાના પ્રાગપર ગામે રહેતી ૨૦ વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવ્યા બાદ સારવાર દરમ્યિાન દમ તોડયો હતો. બનાવને પગલે મુંદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાગપરમાં રહેતી ભારતીબેન વિશ્રામભાઇ મહેશ્વરી (ઉ.વ.૨૦) નામની યુવતીએ તા.૧૪-૧૧ના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ઘટઘટાવી હતી. સારવાર માટે હતભાગીને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જયા શુક્રવારે વહેલી પરોઢે સારવાર દરમ્યિાન દમ તોડી દીધો હતો. બનાવને પગલે મુંદરા પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

માંડવી : નાગ્રેચા ગામે ખેતરમાંથી ૩૬૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

માંડવી તાલુકાના નાગ્રેચા ગામે ખેતરમાં એક ઓરડીમાંથી પોલીસે ૩૬૦ બોટલ વિદેશી શરાબનો જથ્થો પકડી પાડી એક સામે ગુનો નોંધ્યો હતો. નાગ્રેચા ગામે ખાણોની પાછળ સંપતસિંહ ઉર્ફે પીન્ટુ રઘુવીરસિંહ જાડેજાના ખેતરમાં વિદેશી શરાબ છુપાવાયો હોવાની બાતમી મળતા ગઢશીશા પોલીસે દરોડો પાડયો હતો, પોલીસને ખેતરની ઓરડીમાંથી પ્લાસ્ટીકની ૩૬૦ બોટલ શરાબ કિમંત ૧,૨૬,૦૦૦નો જથ્થો મળી આવ્યો હતો. તો બીજી તરફ નાની ખાખર ગામે યુવરાજસિંહ ઉર્ફે ભાણુભા બહાદુરસિંહ ઝાલાના ઘરની સામે વરંડામાં દરોડો પાડી ૭ બોટલ શરાબ કિમંત ૨૪૫૦નો જથ્થો જ કર્યેા હત. બંને બનાવમાં આરોપી હાજર ન મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

ગાંધીધામ : વેપારીની નજર ચુકવી બે લાખના થેલાની ઉઠાંતરી

ગાંધીધામમાં ગાફેલ રહેવું વેપારીને ભારે પડું છે જેમાં વેપારીની નજર ચુકવી થડા ઉપર રાખેલી રૂ.૨ લાખ રોકડ ભરેલી થેલી કોઇ ગઠીયો સેરવી ગયો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

વોર્ડ-૧૨બી ૪૦૦ કવાટર્રમાં રહેતા ૬૫ વર્ષીય રમેશભાઇ રીજુમલભાઇ ગ્વાલાની મેઇન માર્કેટમાં સ્ટેશનરીની દુકાન ધરાવે છે. તા.૧૪૧૧ ના સવારે સાડા નવ વાગ્યે દુકાન તેઓએ ખોલ્યા બાદ દિવસ દરમિયાન ફટાકડાના વૂટક તેમજ જથ્થાબધં ગ્રાહકોની અવર જવર ચાલુ હતી જેમાં દિવસ દરમિયાન વેપાર ધંધાના રૂપિયામાં રૂ.૧૦૦,૨૦૦,૫૦૦ તથા ૨,૦૦૦ ની નોટો આવતી હતી તે ગલ્લા પાસે રાખેલી સફેદ પ્લાસ્ટિકની થેલીમાં મુકતા હતા અને છૂટક રૂપિયા કેશ કાઉન્ટરમાં મુકતા હતા. સાંજે આઠેક વાગ્યાના અરસામાં પૈસાની લેતી દેતી સમયે ગ્રાહક પાસેથી આવેલા રૂ.૩૦૦ એ ઝબલામાં મુકવા ગયો ત્યારે એ ઝબલું જોવા મળ્યું ન હતું. દુકાનમાં કામ કરતા વિનોદ,પૌત્ર પ્રિન્સને પુછતાં તેઓ પણ અજાણ હતા. આજુબાજુ તપાસ કરી રહૃાા હતા ત્યારે શિપિંગ કંપની વાળા સુનિલભાઇ દુકાને આવ્યા હતા તેમને વાત જણાવતાં તેમની ઓફિસના સીસી ટીવી કેમેરામાં ચેક કરતાં તેમની દુકાન પાસે એક ઇસમ નમીને પ્લાસ્ટિકના બે ઝબલા ઉપાડતો નજરે પડો હતો. આ ઝબલામાં દિવસ દરમિયાન થયેલા વેપારની રૂ.૨,૦૦,૦૦૦ રોકડ એ ઇસમ સેરવી ગયો હોવાની ફરિયાદ તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે સીસી ટીવી ફટેજના આધારે તપાસ આદરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here