આદિપુરુષમાં અજય દેવગણ ભગવાન શિવ બની શકે છે

0
25
Share
Share

સૈફ અલી ખાન- પ્રભાસનો રોલ ફાઈનલ થઈ ગયો છે
તાન્હાજી જેવી બ્લોકબસ્ટર ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત હાલમાં આગામી ફિલ્મ આદિપુરુષની તૈયારી કરે છે
મુંબઈ,તા.૧૨
તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર ડિરેક્ટર ઓમ રાઉત હાલમાં તેની આગામી ફિલ્મ ’આદિપુરુષ’ ની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મ વિશે એક નવા સમાચાર આવી રહ્યો છે કે મહાકાવ્ય નાટક ૩ડી એક્શન ફિલ્મમાં હવે અજય દેવગણનું નામ જોડાયુ છે. આ ફિલ્મમાં અજયની એન્ટ્રી સાથે જ ફેન્સમાં જોવા મળ્યો છે ભારે ઉત્સાહ. તાજેતરમાં જ નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે સૈફ અલી ખાન ’આદિપુરુષ’ ફિલ્મમાં લંકેશ એટલે કે રાવણની ભૂમિકા ભજવશે. હવે અહેવાલ છે કે અજય દેવગન આ ફિલ્મમાં ભગવાન શિવનું પાત્ર ભજવશે. જોકે આ અંગે મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઓમ રાઉતે પુષ્ટિ કરી હતી કે પ્રભાસ ફિલ્મ આદિપુરુષમાં ભગવાન રામની ભૂમિકા ભજવશે. ભલે આ ફિલ્મમાં પ્રભાસ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે, પરંતુ સૈફ અલી ખાન અને અજય દેવગણની જોડી પર સૌની નજર રહેશે. ’તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ ફિલ્મમાં આ જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. હાલમાં ફિલ્મ આદિપુરુષનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૧ થી શરૂ થશે અને ૨૦૨૨ માં રિલીઝ થવાની સંભાવના છે. આ ફિલ્મનું શૂટિંગ હિન્દી, તેલુગુ સહિત ઘણી ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે, જ્યારે તામિળ, મલયાલમ અને કન્નડ સહિત આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here