આદિત્ય નારાયણ હનિમૂન પરથી આવ્યા બાદ કામે લાગ્યો

0
37
Share
Share

આદિત્ય ઈન્ડિયન આઈડલ હોસ્ટ કરી રહ્યો છે, જેના જજ નેહા કક્કડ, હિમેશ રેશમિયા, વિશાલ દદલાની છે

મુંબઈ,તા.૨૮

પહેલી ડિસેમ્બરે લગ્ન અને બીજી ડિસેમ્બરે ભવ્ય રિસેપ્શન આપ્યા બાદ સિંગર-એક્ટર અને ટીવી શો હોસ્ટ આદિત્ય નારાયણ હનીમૂન માટે પહોંચ્યો હતો. આદિત્ય અને શ્વેતા હનીમૂન માટે ધરતી પરના સ્વર્ગ કહેવાતા કાશ્મીર ખાતે ગયા હતા. જ્યાં થોડા દિવસ એન્જોય કર્યા બાદ બંને હવે મુંબઈ પાછા ફર્યા છે અને આદિત્ય કામે લાગી ગયો છે. આદિત્ય નારાયણ હાલ સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ હોસ્ટ કરી રહ્યો છે. જેના જજ નેહા કક્કડ, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની છે. આદિત્યએ શોના મંચ પરથી પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે બ્લેક શૂટમાં જોવા મળી રહ્યો છે અને મોટી સ્માઈલ આપી રહ્યો છે. આ તસવીરને તેણે મજેદાર કેપ્શન આપ્યું છે. તેણે લખ્યું છે કે, ’હનીમૂનથી આવ્યા બાદ છોકરો કંઈક વધારે જ ચમકી રહ્યો છે’. જેના પર નેહા કક્કડે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, અને શ્વેતા?. તો રવિ દુબેએ હસતી ઈમોજી મૂકી છે ત્યારે નિયા શર્માએ આદિત્યની સ્માઈલના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હનીમૂન માટે કાશ્મીર પહોંચ્યા બાદ આદિત્યે પત્ની શ્વેતા સાથેની એક તસવીર શેર કરી હતી જેમાં તેઓ વિન્ટર જેકેટમાં જોવા મળ્યા હતા. આ સાથે તેણે લખ્યું હતું કે, હનીમૂન શરુ! ધરતી પરના સ્વર્ગ કાશ્મીરની પહેલીવાર મુલાકાત લઈ રહ્યો છું.  કપલે કાશ્મીરમાં શિકારાની રાઈડ પણ મારી હતી જેની તસવીર પણ આદિત્યએ શેર કરી હતી. તસવીરની સાથે તેણે લખ્યું હતું કે, ’સૂર્યાસ્ત, શાંતિ, શ્વેતા અને શિકારા. છે ને ખૂબસૂરત નજારો?  આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની વાત કરીએ તો, તેમની પહેલી મુલાકાત ડેબ્યૂ ફિલ્મ ’શાપિત’ના સેટ પર થઈ હતી. લગ્ન કરતાં પહેલા બંનેએ ૧૦ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. લગ્ન બાદ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં આદિત્યએ કહ્યું હતું કે, ’તે અતિવાસ્તવ અનુભવ છે કે, હું અને શ્વેતા આખરે પરણી ગયા છીએ. આ સપના જેવું લાગી રહ્યું છે. જે સાચું થઈ ગયું છે. શ્વેતા સાથે લગ્ન કરીને હું ખૂબ જ ખુશ છું. શ્વેતા સિવાય હું મારું જીવન બાકી કોઈની સાથે પસાર કરવાનું વિચારી પણ ન શકું. તેણે મને મારી જાતને સારી બનાવવામાં મદદ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here