આત્મનિર્ભર ભારત તરફ પ્રયાણનું એક કદમ હવે બસ એક બુંદ શબનમની આ સ્વાતંત્ર્યને શણગારશે…

0
28
Share
Share

છે વિહ્વળ મન અને ચલિત આ આસમાન ભાસે છે, શું હવે આ સ્વતંત્રતા પણ થોડીક આભાસી ભાસે છે?

સાવરકુંડલા,તા.૧૮

જ્યાં રોડ રસ્તા પુલ તૂટી જતાં હોય એક રેશનકાર્ડ માટે પણ લાઈનમાં ઊભા રહીને લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય, ભ્રષ્ટાચારના ભોરિંગે દેશને જ ભીંસમાં લીધો હોય, આમ જનતાની મુખ્ય સમસ્યાઓને બદલે ક્ષુલ્લક અને ઉન્માદ જગાવે તેવા મુદ્દાઓને ઉછાળતાં જોવા મળતાં હોય, સત્તાધારી પક્ષ વિરોધ પક્ષના યોગ્ય સૂચનોની પણ મજાક ઉડાવતાં જોવામાં આવે એને શું આપણે સ્વતંત્રતા કહી શકીએ ખરાં?

આમ તો સ્વાતંત્ર્યની પરિભાષા તો એવી છે કે વ્યક્તિ પોતાની લઘુતમ પરિપૂર્તિ માટે લાચાર ન બને અને ખૂબ જ સહજ રીતે પોતાના જીવનનિર્વાહની લઘુત્તમ માંગો પરિપૂર્ણ કરી શકે. પોતાના વિચારો કોઈ પણ પ્રકારનાં ભયરહિત રજૂ કરી શકે. પોતાની વ્યાજબી માંગણીઓ અંગે તંત્રને સવાલ કરી શકે. ખરેખર હ્રદય પર હાથ મૂકીને જો કહેવાનું થાય તો સ્વાતંત્ર્યની આ સંકલ્પના પણ એક અજબ પર મોડ છે.

કમનસીબી એ જ છે કે સાંપ્રત સમયમાં બુધ્ધિજીવી વર્ગ રાજકારણમાં સાઈડલાઈન થતો જોવા મળે છે. દેશને પક્ષાપક્ષીથી પર રહી એક પ્રબુદ્ધ થીંકટેન્કની આવશ્યકતા છે. આમ પણ આત્મનિર્ભર ભારતમાં એ અત્યંત આવશ્યક પણ છે અને દેશનું બુધ્ધિધન વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યું છે તે પરિસ્થિતિને હવે પલટાવવાની તાતી જરુર છે અને એ જ ખરું સ્વાતંત્ર્ય..થોડી નિષ્ઠા અને ભરપૂર પ્રામાણિકતા જ દેશને ફુલ્લી એક્ટીવ મોડ પર લઈ જઈ શકે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here