આણંદ સાયબર સેલે સિનિયર સિટીઝનના ઠગાયેલા ૭૧,૫૨૨ રૂપિયા પરત લાવી આપ્યા

0
183
Share
Share

આણંદ,તા.૧૮

કોરોના વાઇરસની મહામારીમાં આર્થિક મંદીનો દોર ચાલુ થયો છે, ત્યારે સાયબર ક્રાઈમ કરનારાઓએ વિવિધ જાતના નુસખા અપનાવીને ઓનલાઈન નાણાંકીય છેતરપીંડી કરવાની શરૂઆત કરી દીધી છે. આણંદના એક સજ્જન સાથે પેટીએમ રિન્યુ કરવાના બહાને રૂપિયા ૨.૮૬ લાખ ઉપરાંતની થયેલી છેતરપિંડી બાદ વધુ એક સિનીયર સિટીઝનને નિશાન બનાવીને એટીએમ અપડેટ કરવાના બહાને કુલ રૂપિયા ૭૪,૯૯૮ ઠગી લીધા હતા.

સાયબર સેલની સતર્કતાને કારણે ૭૧,૫૨૨ રૂપિયા પરત મળ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ ખાતે રહેતા જયંતિલાલ ચુનીલાલ ત્રિવેદી (ઉમર. વર્ષ. ૮૦)ને ગત તારીખ ૬-૪-૨૦૨૦ના રોજ કોઈ અજાણ્યા શખ્સે ફોન કરીને પોતાની ઓળખ એટીએમ કાર્ડ ડીપાર્ટમેન્ટમાંથી બોલુ છું તેમ કહીને એટીએમ અપડેટ કરાવવાનું હોય, પરંતુ હાલમાં કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે તમારે બેંકમાં જવાની જરૂરત નથી, હું તમને ઓનલાઈન પેટીએમ અપડેટ કરી આપીશ તેમ જણાવીને વિશ્વાસમાં લીધા હતા.ત્યારબાદ એટીએમ કાર્ડની વિગતો અને ઓટીપી માંગીને જયંતિલાલ ત્રિવેદીના બેંક ખાતામાંથી કુલ ૯૪૯૯૮ રૂપિયા ઓનલાઈન ઉપાડી લીધા હતા.

જેની જાણ જયંતિલાલે તુરંત જ આણંદના સાયબર સેલને કરતાં પી.એસ.આઈ પટેલ અને તેમની ટીમે તપાસ કરીને જે વોલેટના માધ્મયથી આ પૈસા ઉપાડાયા હતા. તે કંપનીને ઈમેલથી પત્રવ્યવહાર કરીને પૈસાનું સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતુ.જેથી ૭૧૫૨૨ રૂપિયા બચી જવા પામ્યા હતા, જ્યારે ૩૪૭૬ રૂપિયા જ ઉપડી જવા પામ્યા હતા. બાદમાં ૭૧૫૨૨ રૂપિયા અરજદાર જયંતિલાલના ખાતામાં પાછા રીફન્ડ અપાવી દીધા હતા. આમ, આણંદના સાયબર સેલે ત્વરીત કામગીરી કરીને સિનીયર સિટીઝનના ઠગાયેલા રૂપિયા પરત લાવી આપ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here