આણંદ-ખંભાત પંથકમાં પોણો ઇંચ, બોરસદમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો

0
11
Share
Share

આણંદ,તા.૨૫

બીજા રાઉન્ડના વરસાદની આજે આણંદ જિલ્લામાં એન્ટ્રી થઇ હતી. સવારના વાદળછાયા વાતાવરણ બાદ બપોરના સુમારે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખંભાત અને આણંદમાં પોણો ઇંચ અને બોરસદ પંથકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બપોરના સુમારે આકાશમાં અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાઇ આવી વરસાદ તૂટી પડતાં આણંદ શહેરમાં ૨૦ મિમી વરસાદ નોંધાયો છે. બીજા રાઉન્ડના સામાન્ય વરસાદથી જ આણંદ-કરમસદ રોડ પર અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. માર્ગ અને મકાન વિભાગે રોડ પર વરસાદી  પાણી ભરાય નહી તે માટે રોડની બંને બાજુ ગટર બનાવી છે. પરંતુ ગટર ભરાઇ જવાથી વરસાદી પાણી રોડ પર ભરાઇ જવાની છેલ્લાં બે વર્ષથી સમસ્યા ઉદભવી છે. આણંદ-કરમસદ રોડ ઉપરાંત શહેરના લોટીયા ભાગોળ, નવા બસ સ્ટેન્ડ, જુના યોગી પેટ્રોલ પંપ, પ્રશાંત નગર વગેરે  સ્થળોએ પણ વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેને લઇને વાહનચાલકોને આવવા જવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here