આણંદની અપરા હોસ્પિટલમાં હોસ્પીટલની બેદરકારીથી દર્દીએ ગુમાવ્યો જીવ

0
28
Share
Share

આણંદ,તા.૨૭
આણંદ શહેરની નામાંકિત અને અદ્યતન સુવિધાઓથી સજ્જ ડો.અજય કોઠીયાલાની અપરા હોસ્પિટલમાં કોરોનાના દર્દીની ઓક્સિજનની પાઈપ છૂટી પડી ગઈ હતી. કોરોનાના દર્દી ભુપેન્દ્ર પટેલનું ઓક્સિજન લેવલ અતિશય ઘટી જતાં તરફડીયા મારી રહેલા દર્દીએ હોસ્પિટલનો એલર્ટ બેલ પણ દબાવ્યો છતાં હાજર સ્ટાફ અને ફરજ ઉપરના ડોક્ટર દ્વારા સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત થયું હતું. જેને પગલે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ માથે લીધી હતી. ઘટનાની ગંભીરતા સમજીને હોસ્પિટલે આવી પહોંચેલા ડો.અજય કોઠીયાલાએ હોસ્પિટલના સ્ટાફની ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું.
આ પહેલા ભુપેન્દ્ર પટેલને કોરોના થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગંભીર કોરોના ને લઇ તેઓને આઈસીયુ માં દાખલ કરાયા ત્યાર બાદ ૧૪ દિવસની સારવારના અંતે તેઓને રૂમમાં લાવવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટના અંગે ડો.અજય કોઠીયાલાએ હોસ્પિટલની ભૂલ અને પોતાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું હતું કે દર્દીના પરિવારજનોએ સ્વજન ગુમાવ્યા છે જેનું અમને દુઃખ છે.
દર્દી કોરોનાને કારણે આઈસીયુમાં હતા જ્યાંથી સારવાર બાદ સારું થતા તેઓને પ્રાઇવેટ રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી પાસે જે માહિતી છે તે મુજબ દર્દીએ ઇમરજન્સી બેલ માર્યો હતો. પરંતુ રૂમની સામે જ આવેલા નર્સિંગ સ્ટેશન પરથી કોઈએ રિસીવ નહોતો કર્યો. બાદમાં દર્દીએ ઘરે ફોન કર્યો અને ઘરેથી દવાખાને ફોન કર્યો. પરંતુ ફરજ ઉપરના ડોક્ટર દર્દી પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં દર્દી મૃત્યુ પામ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here