આણંદ,તા.૨૨
ગુજરાતમાં આજે વધુ એક સામુહિક આપઘાતના કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આણંદના રાસનોલમાં એક પરિવારે સામુહિક આપઘાત કરવા માટે ગળેફાંસો ખાઈ લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામે છે. સામુહિક આપઘાતના આ કિસ્સામાં પરિવારનાં બે સભ્યોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે. આ મામલે ખંભોળજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ આત્મહત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.