આઠવલેએ વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ,લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો

0
31
Share
Share

સંસદમાં હંગામો કરનાર સાંસદને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવા જોઇએઃ અઠાવલે

મુંબઇ,તા.૨૩

ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં હોબાળો મચાવનારા આઠ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદની મર્યાદા ભંગ કર્યા બાદ ૮ સદસ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આ સાંસદોને ઓછામાં ઓછા ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની માંગ વધી રહી છે. કેન્દ્રીય રાજ્ય પ્રધાન રામદાસ આઠવલેએ આ માંગ કરી છે અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

રામદાસ આઠવલેએ તેમના પત્ર દ્વારા સંસદમાં હંગામો અટકાવવા માટેનાં બિલની માંગ કરી છે. તેમણે માંગ કરી છે કે સંસદની મર્યાદાને તોડનારા અને હંગામો મચાવનારા લોકો માટે વહેલી તકે આ ખરડો લાવવામાં આવે. તેમણે લખ્યું છે કે સંસદમાં પહેલી વાર હંગામો કરવા બદલ ઓછામાં ઓછા એક વર્ષ માટે સંપૂર્ણ સંસદીય કાર્યકાળ માટે સાંસદને સસ્પેન્ડ કરવાની અને બીજી વખત હંગામો કરવા બદલ પૂરી સંસદીય કાર્યકાળ માટે સાંસદો સસ્પેન્ડ હોવા જોઈએ. એ જ રીતે, જોગવાઈઓથી સંસદમાં થતો હંગામો બંધ થશે.

તેમણે પત્ર લખીને બિલને વહેલી તકે લાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે ૨૦ સપ્ટેમ્બરનાં રોજ કૃષિ બિલ રજૂ કરવા દરમિયાન વિપક્ષી સાંસદોએ જે ક્રિયાઓ કરી તે નિંદાકારક અને લોકશાહીનાં નામે હિંસારૂપી છે. સંસદસભ્યોએ સંસદીય પરંપરાને તોડીને અધ્યક્ષને ડરાવવાનો પ્રયાસ કર્યો. આ કૃત્યથી માત્ર સંસદની મર્યાદા જ ભંગ નથી થઇ, પરંતુ સમગ્ર રાષ્ટ્ર તેના પર શરમ અનુભવે છે. આ સાંસદોને તેમની ભૂલ માટે સંસદમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરવા જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here